80 ફૂટ રોડ પરની ઉમિયા ટાઉનશિપમાં મોટી સંખ્યામાં રહીશો વસવાટ કરી રહ્યા છે પરંતુ અનેક રજૂઆતો કરવા છતાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની બૂમરાણો ઊઠી છે. ત્યારે ઉમિયા ટાઉનશિપમાં રસ્તા, ગટરલાઇન, પાણી સહિતની પ્રાથમિક સુવિધા ન મળતા તેના વિરોધમાં સત્તાપક્ષ દ્વારા થતી અવગણના સામે સત્તાપક્ષના બહિષ્કારની ચીમકી સાથે બુધવારે રાત્રે 9 કલાકે હનુમાનજી મહારાજ મંદિરે ઉમિયા ટાઉનશિપ મિત્ર મંડળ અને ટાઉનશિપ પરિવાર દ્વારા મિટિંગ યોજાઇ હતી.
જેમાં ચૂંટણીનો ચળચળાટ વેદનાનો વલોપાતના બેનર લગાવી મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ મળી નથી. ચૂંટણી આવે ત્યારે ઠાલા વચનો આપી મત મેળવ્યા બાદ કોઇ વિસ્તારમાં આવતા નથી. આથી હવે કામ કરે તેને વોટ તેમજ કોઇપણ પક્ષ હોય આ ચૂંટણીમાં વિસ્તારના પ્રશ્નો હલ નહી થાય તો ચૂંટણી બહિષ્કારનો લોકોમાં સુર ગૂંજી ઊઠ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.