પાટડી તાલુકાના સલી ગામે ઘેંટાનું બચ્ચુ લેવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ધારીયા અને લાકડી વડે મારામારીના કિસ્સો બન્યો હતો. જેમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં ચાર ઈસમો વિરૃદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ઝીંઝુવાડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પાટડી તાલુકાના સલી ગામે રહેતા સુંડાભાઈ કરમશીભાઈ ઠાકોર ઘેટા-બકરા પાલનનો વ્યવસાય કરે છે અને સલી ગામનો દશરથભાઈ રૂપસિંહભાઈ ઠાકોર તેઓના વાડામાંથી ઘેટાનું બચ્ચું લઈને જતો હતો, તે દરમ્યાન સુંડાભાઈ તેને જોઈ ગયા હતા. અને બચ્ચું પાછું મુકાવ્યું હતુ અને થોડી ઝપાઝપી અને બોલાચાલી થઇ હતી. તે અરસામા દશરથભાઈ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ સાંજના અરસામા સલી ગામના માવજીભાઈ રાજાભાઈ ઠાકોર, જગદીશભાઈ માવજીભાઈ ઠાકોર, અનિલભાઈ રઘુભાઈ ઠાકોર અને દસરથભાઈ ધારીયું અને લાકડી લઈને આવી ગાળો બોલવા લાગ્યા હતા. અને સોડાભાઈના પિતા કરમશીભાઈ ઠાકોર દ્વારા ગાળો બોલવાની ના પાડતા માવજીભાઈ રાજાભાઈ દ્વારા ધારીયાનો ઘા સોડાભાઈ પર કર્યો હતો. પરંતુ કરમશીભાઈ ઠાકોર વચ્ચે આવી જતા તેઓને માથાના ભાગે ધારીયું વાગ્યું હતું. તેમની માતા ધર્માંબેન છોડાવવા જતા તેઓને પણ ડાબા હાથે વાગ્યું હતુ.
ત્યારબાદ અજિત બાબુભાઇ ઠાકોર, મોપતાભાઈ ઠાકોર, માવજીભાઈ ઠાકોર દ્વારા લાકડી વડે સોડાભાઈના ભાઈ વિનોદભાઈને તથા કરમશીભાઈ અને ધર્માંબેનને આડેધડ માર માર્યો હતો. જેથી આજુબાજુના લોકો દ્વારા તેઓને છોડાવ્યા હતા. ત્યારે બાદ માર મારવા આવેલા તમામ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી અને જતા રહ્યાં હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે બાઇક દ્વારા હોસ્પિટલ ખાતે લઈ જવા નિકળ્યા હતા. બાદમાં ઝાડીયાણા ગામેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા દશાડા સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી ગંભીર ઇજાઓ હોવાથી ફરજ પરના તબીબે તેઓને વિરમગામ હોસ્પિટલે જવા રીફર કર્યા હતા. જે અન્વયે ફરિયાદી દ્વારા ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઝીંઝુવાડા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.