પોલીસે તપાસ:રતનપરમાં વેપારીને પાયા કેમ ખોદે છે કહી માર માર્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારામાં પ્લોટ અમારો છે પાયા કેમ ખોદે છે કહી વેપારી પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ધોકા અને છરી વડે માર મારતા વેપારી ઘાયલ થતા સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાતા જોરાવરનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના રતનપર બસસ્ટેન્ડ પાસે રહેતા અજયભાઇ શામજીભાઇ ઘાટલીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં મારમારી અને જાનથી મારીનાંખવાની ધમકીની ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુઝબ તેઓ ઉમીયા ટાઉનશીપ-3 સામેના પ્લોટમાં સાફસફાઇ કરતા હતા.તે દરમિયાન વઢવાણના રેબલ ગમારા, સુરેન્દ્રનગરના વિમલ કાળુભાઇ કોળી, કાના રાણાભાઇ ગમારા, નરેશ વેલાભાઇ સરૈયા આવ્યા હતા.આ પ્લોટ અમારો છે પાયા કેમ ખોદે છે કહી બોલાચાલી ઝઘડો કર્યો હતો.

જ્યારે ઉશ્કેરાઇ જઇ ગળા પર છરી મુકી ધોકાવળે મારમારી તેનો વિડીયો ઉતાર્યો હતો. જ્યારે અજયભાઇના 10 હજાર રોકડા, મોબાઇલ લુટી લઇ સાથે રહેલા કેશુભાઇને પણ માર માર્યો હતો. જ્યારે ચારેયે ગાળો આપી જાનથી મારીનાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં વેપારી ઇજાગ્રસ્ત થતા સી.યુ.શાહ મેડિકલ કોલેજ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ચારેય હુમલાખોર સામે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...