તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:હળવદના રણમલપુરમાં 108ની ટીમ દ્વારા મહિલાની વાડીમાં સફળ પ્રસૂતિ કરાઈ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલ માતા અને બાળક બંનેની તબિયત સ્થિર

હળવદ તાલુકાના રણમલપુર ગામમાં મહિલાને વહેલી સવારે પ્રસૂતિનો દુખાવો ઉપાડતા 108 એમ્બ્યુલન્સમાં કોલ કરવામાં આવ્યો હતો. જે સમાચાર હળવદ 108ની ટીમને મળતાની સાથે જ ત્યાંના ઈએમટી રમેશભાઈ અને પાઇલોટ કનુભાઈ ગઢવી તરત જ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા હતા. અને વાડી વિસ્તારમાં પ્રસૂતા લક્ષમીબેનને અતિશય દુખાવો થતાં ત્યાં સ્થળ પર જ એમ્બ્યુલન્સની ટીમે પ્રસુતિ કરાવી હતી. અને ત્યારબાદ તેમને નજીકના હળવદના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પ્રસૂતિ હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી લક્ષમણભાઇ રબારીની વાડીમાં કરવામાં આવી હતી. હાલ માતા અને બાળકની તબિયત સારી છે તેવી જાણકારી મળેલ છે. 108 ની કામગીરીને આભાર વ્યકત કરી ગામના લક્ષમણભાઇ અને પ્રસૂતિનાં સંબંધીઓએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો