તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ:પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત પણ મંદિરથી તળાવ સુધી જલયાત્રા નીકળી

સુરેન્દ્રરનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત પણ મંદિરથી તળાવ સુધી જલયાત્રા નીકળી - Divya Bhaskar
પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત પણ મંદિરથી તળાવ સુધી જલયાત્રા નીકળી
  • ઐતિહાસીક દરિયાલાલ મંદિરમાં છેલ્લા 97 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલ્લિત

પાટડીમાં આવેલા 100 વર્ષથી પણ પ્રાચીન ઐતિહાસીક દરિયાલાલ મંદિરમાં છેલ્લા 97 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલ્લિત છે. કોરોના વાયરસના પગલે પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. પણ અષાઢી બીજે દરિયાલાલ મંદિરથી તળાવ સુધી રંગેચંગે જલયાત્રા નીકળી હતી. મંદિરમાં હવન, અભિષેક અને ભક્તજનો માટે દર્શનની સુવિધા પણ કરવામાં આવી હતી. કોરોનાના પગલે આ જલયાત્રામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પાટડીમાં લોહાણા જ્ઞાતી પરિવારનું અંદાજે 100 વર્ષ જૂનું દરિયાલાલજીનું ઐતિહાસીક મંદિર આવેલું છે. આ મંદિરમાં દરિયાલાલ દાદાના ગોખની બાજુમાં રાધાકૃષ્ણનો ગોખ અને રામકૃષ્ણ જાનકીનો ગોખ આવેલા છે. અહીં સમગ્ર ગુજરાતભરમાંથી લોહાણા સમાજના લોકો શ્રધ્ધાથી દર્શનાર્થે આવે છે.

દરિયાલાલ દાદાના ગોખમાં લગભગ છેલ્લા 97 વર્ષથી અવિરત અખંડ જ્યોત પ્રજ્વલ્લિત છે. કોરોના વાયરસના પગલે પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. પણ અષાઢી બીજે દરિયાલાલ મંદિરથી તળાવ સુધી રંગેચંગે જલયાત્રા નીકળી હતી. મંદિરમાં હવન, અભિષેક અને ભક્તજનો માટે દર્શનની સુવિધા પણ કરવામાં આવી હતી. કોરોનાના પગલે આ જલયાત્રામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...