તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:સુરેન્દ્રર નગરના પાટડીમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 300 બોટલ વિદેશી દારૂ સાથે 3.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિમેન્ટની આડમાં લઇ જવાઇ રહ્યો હતો દારૂ
 • ગાડી ચાલક અંધારામાં ચાલુ હાલતમાં ગાડી મુકી ફરાર

સુરેન્દ્રર નગરના પાટડીમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ સ્ટાફે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરી 300 બોટલ વિદેશી દારૂ સાથે ગાડી મળી કુલ 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ભાગી ગયેલા બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી આર.બી. દેવધાની આગેવાનીમાં બજાણા પી.એસ.આઇ વી.એન. જાડેજા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન માલવણ ચોકડી પર બજાણા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી મેક્સ પીક-અપ ગાડી (નં- GJ-24-U-4497)ને આંતરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગાડી ચાલક માલવણ તરફ ગાડી ભગાડી જતા બજાણા પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતાં ગાડી ચાલક બજાણા ફાટક પાસે ખેતરની બાજુમાં ચાલુ હાલતમાં ગાડી મૂકી અંધારામાં નાશી છુટવામાં સફળ થયો હતો.

બજાણા પોલીસે ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી પાછળના ભાગે સિમેન્ટના બેલાની આડમાં જુદી જુદી બ્રાન્ડની 750 ઇંગ્લીશ દારૂની 300 બોટલો, જેની કિંમત એક લાખ બાર હજાર અને બે લાખની કિંમતની મહિન્દ્રા મેક્સ પીક-અપ ગાડી, એમ કુલ રૂ. 3.12 લાખનો મુદામાલ જપ્ત કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો