તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા પરમો ધર્મ:પાટડીમાં 80 વર્ષના સેવાભાવીએ કોવિડના દર્દીઓનો જમવાનો ખર્ચ ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાટડી આરએસએસના 20 સ્વયંસેવકો કોવિડ દર્દીઓની સેવામાં ખડેપગે - Divya Bhaskar
પાટડી આરએસએસના 20 સ્વયંસેવકો કોવિડ દર્દીઓની સેવામાં ખડેપગે
 • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવાનોએ જીવના જોખમે કોવિડના દર્દીઓની સેવા-ચાકરી શરૂ કરી

હાલમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકો કોવિડ પોઝિટિવ દર્દીઓની સેવામાટે અનેક લોકો આગળ આવી રહ્યાં છે. ત્યારે પાટડીમાં 80 વર્ષના સેવાભાવીએ કોવિડના તમામ દર્દીઓનો જમવાનો ખર્ચ ઉપાડ્યો છે. જેમાં પાટડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવાનોએ જીવના જોખમે કોવિડના દર્દીઓની સેવા-ચાકરી શરૂ કરી માનવતાની મહેક પ્રસરાવી છે.

કનુભાઇ ગઢવી
કનુભાઇ ગઢવી

100 બેડનું કોવિડ કેર સેન્ટર દર્દીઓથી ઉભરાઇ ગયું

અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની બીજી અને ઘાતક લહેરમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોને રીતસરના બાનમાં લીધા છે. જેમાં પાટડીનું આંખની હોસ્પિટલમાં આવેલું 20 બેડનું કોવિડ કેર સેન્ટર અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું 100 બેડનું કોવિડ કેર સેન્ટર દર્દીઓથી ઉભરાઇ ગયું હતુ. ત્યારે પાટડીમાં કોરોનાના કપરા કાળમાં સરકારી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ, વ્યક્તિઓ , રાજકીય ,સામાજિક આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ દરેક પોત પોતાના સ્તરે કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે.

દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ભોજન વ્યવસ્થા

આવા સમયે લગભગ 80 વર્ષની વયના પાટડીના વિર ભામાશા એવા કનુભાઈ ગઢવી કે જેઓ તેમની બાલ્ય અને યુવાવસ્થાથી સેવાના કામથી જોડાયેલા છે. એમણે પાટડી ખાતે અનેક સંસ્થાઓના માધ્યમથી સેવાકીય કાર્યો કરી રહ્યાં છે. હાલ ઉંમરના અને આ કોરોનાને કારણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા તેઓ ઘરની બહાર નીકળતા નથી. તેમ છતાં તેમની સેવાની પ્રવૃત્તિઓ સ્થગિત નથી. પરંતુ વધુ એક સેવાકાર્ય ઘેર બેઠા કરી રહ્યાં છે. જેમાં અગાઉ પોતે કોવિડ પોઝિટિવ હોવાથી સાથે પરિવારના 8થી 10 સભ્યો કોવિડ પોઝિટિવ હોવા છતાં પાટડી ખાતે ચાલતા કોવિડ સેન્ટરમાં તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ભોજન વ્યવસ્થા તેઓ તરફથી ચાલી રહી છે.

જેમાં ભોજન વિતરણ વ્યવસ્થા આર.એસ.એસ.ના સ્વંયસેવકોને સોંપવામાં આવી છે. અને એ રીતે તંત્ર સાથે સંકલન કરી આવું ઉત્તમ સેવાકાર્ય ઘેર સુરક્ષિત રહી દર્દીઓ અને મેડિકલ સ્ટાફને ભોજનની ઉત્તમ સેવા આપી રહ્યાં છે. જે ખુબજ પ્રેરક અને અનુકરણીય છે. આ માટે આબુરાજ અન્નક્ષેત્રના બિલ્ડીંગ, રસોડા સહિત રસોયાનો પણ સહયોગ મળી રહ્યો છે.

પાટડી આરએસએસના 20 સ્વયંસેવકો કોવિડ દર્દીઓની સેવામાં ખડેપગે

પાટડી તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહક હિતેશભાઈ સોનીની આગેવાનીમાં 20 જેટલા સ્વયંસેવકો જીવના જોખમે કોવિડ પોઝિટિવ દર્દીઓની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યાં છે. જેમાં પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ 100 જેટલા કોવિડ પોઝિટિવ દર્દીઓને તથા જોડે રહેનાર વ્યક્તિઓને વહેલી સવારે નાસ્તો, 10 વાગ્યે ગરમ ઉકાળો, બપોરે ગરમા-ગરમ ભોજન, સાંજે ચાર વાગે લીંબુ પાણી તથા ફ્રુટ અને મોડી સાંજે ભોજન પીરસવાની ખુબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પાટડી કડવા પાટીદારના સ્મશાનમાં બધા સમાજના મૃત કોવિડ દર્દીઓને અગ્નિદાહની પરવાનગી

હાલના સંજોગોમાં કોરોના મહામારી ચાલી રહી છે.ત્યારે પાટડી ખાતે પાટીદાર સમાજ દ્વારા માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યુ છે. પાટીદાર સમાજના સ્મશાનમાં કોઈપણ સમાજના વ્યક્તિ હોય કે આજુબાજુના ગામડાના કોરોના પોઝિટિવ હોય તેમને અગ્નિદાહ કરવા માટે નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. આવા કપરા સંજોગોમાં મરણની સંખ્યા વધી જતાં સ્મશાનમાં અગ્નિદાહ કરવા માટે લાકડા ખૂટી જતાં પાટડીનગરના સેવાભાવી વ્યક્તિઓએ લાકડાની સેવા આપી માનવતાની મહેક પ્રસરાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો