સમુહ લગ્નોત્સવ:પાટડીમાં ખારાપાટ વણકર સમાજના 44 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં, કેન્દ્રીય મંત્રી, રાજ્યમંત્રી સહિતના લોકો હાજર રહ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં ખારાપાટ વણકર સમાજના 44 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં - Divya Bhaskar
પાટડીમાં ખારાપાટ વણકર સમાજના 44 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં
  • સમુહ લગ્નોત્સવમાં 121 વસ્તુઓ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવી
  • એક દીકરી લગ્ન પતાવી સીધી LLBની પરીક્ષા આપવા ગઇ
  • મહેન્દ્ર મુંજપરા, પ્રદિપભાઈ પરમાર, નૌશાદભાઈ સોલંકી સહિતના મંત્રીઓ હાજર રહ્યા

પાટડીમાં ખારાપાટ વણકર સમાજના સમુહ લગ્નોત્સવમાં 44 જોડકાએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેમાં આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યમંત્રી સહિતના ધારાસભ્યો ખાસ હાજર રહ્યા હતા. આ સમુહ લગ્નોત્સવમાં 121 વસ્તુઓ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવી હતી.

ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિ આયોજિત 22મો સમુહ લગનોત્સવ પાટડી મુકામે વલ્લભ વિલા રેસીડેનસી પાટડી ખાતે યોજાયો હતો. જેમા 44 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ સમુહલગ્ન મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી પ્રદિપભાઈ પરમાર, દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, વિરમગામના ધારાસભ્ય, લાખાભાઈ ભરવાડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પી.કે.પરમાર, એન.કે.રાઠોડ, દિલીપભાઇ પટેલ, મોહનભાઈ ડોરીયા, વિપુલભાઈ મેરાણી, જી.એલ.મકવાણા, બાબુભાઇ સોલંકી અને દસાડા જગ્યાના ભાણદાસબાપુ સહિતના સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમુહલગ્નોત્સવમાં સોના-ચાંદીના દાગીના, પુરતદાન પાનેતર અને સેટી-પલંગ-ગાદલુ -ઓશીકા અને ઘરવખરીના સામાન સાથે 121 વસ્તુઓ કરિયાવરમાં દીકરીઓને દાનભેટમાં આપવામાં આવી હતી. આ સમુહ લગ્નોત્સવમાં દરેક દીકરીને નર્મદા બોન્ડના પ્રમાણપત્ર ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી પ્રદિપભાઈ પરમાર અને કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા અને સમાજકલ્યાણના નિયામકના હસ્તે વિતરણ કરાયા હતા.

આ પ્રસંગમાં મંત્રી અને ધારાસભ્યો સહિતના આગેવાનોએ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરી સમાજને માર્ગદર્શન આપ્યું હતું અને દરેક નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. આ સમુહ લગનોત્સવને સફળ બનાવવા ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિના હોદ્દેદારો, કારોબારી સભ્યો, સમાજના યુવાનો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ રણોદરા,વી.એચ મકવાણા અને કિશોરભાઈ વાઘેલાએ કર્યું હતુ.

એક દીકરી લગ્ન પતાવી સીધી LLBની પરીક્ષા આપવા ગઇ

પાટડીમાં ખારાપાટ વણકર સમાજના સમુહ લગ્નોત્સવમાં 21 નંબરના જોડકામાં દીકરી રીટાબેન એલ.એલ.બી.ની પરીક્ષા હોવાથી ચોરીના ચાર ફેરા ફરીને તમામ વિધિ પતાવીને તરત જ પરીક્ષા આપવા ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...