સરપંચમાં ટાઇ:મોરબી જિલ્લાના પાજ ગામમાં સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઇ પડતાં ચિઠ્ઠીથી વિજેતા જાહેર કરાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચના બંને ઉમેદવારોને 340-340 મત મળતા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળાઇ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પાજ ગામના સરપંચ પદના બે ઉમેદવારોને એક સમાન મત મળતા ટાઈ સર્જાયા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચીઠ્ઠી નાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

વાંકાનેર તાલુકામાં આજે મતગણતરી દરમિયાન પાજ ગામના સરપંચ પદના ઉમેદવાર ઇસ્માઇલભાઈ સિપાઈ અને ઉસમાનભાઈ શેરસિયાને 340 – 340 મત મળતા મતગણતરી કરતા ચૂંટણી સ્ટાફ મૂંઝવણમાં મુકાયો હતો. જોકે, બાદમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બન્ને ઉમેદવારોના નામ સાથેની ચીઠ્ઠી નાખવામાં આવતા ઉસમાનભાઈ શેરસિયા વિજેતા જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...