આવકારદાયક પગલું:ઝાલાવાડમાં યુવાનોને પ્રેરણા મળે એ માટે ચૂંટણીપંચ દ્વારા મતદાન માટે વિનંતી કરવામાં આવશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 80થી વધુ વર્ષના નોંધાયેલા 31 હજાર મતદારોને શુભેચ્છા પત્ર પાઠવશે

સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે, ત્યારે વિધાનસભા ચૂંટણીમાં 80થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો મતદાન કરે અને યુવાનોને પ્રેરણા મળે તે માટે ચૂંટણી પંચે કામગીરી હાથ ધરી છે. જેમાં જિલ્લાના 80થી વધુ વર્ષના નોંધાયેલા 31 હજાર મતદારોને શુભેચ્છા પત્ર પાઠવી આગામી ચૂંટણીમાં મતદાન કરે તે માટે વિનંતી કરાશે.

આગામી ચૂંટણીમાં મતદાન માટે વિનંતી કરવામાં આવશે
સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની 5 બેઠકો સાથે રાજ્યની 182 વિધાનસભા સભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાનારી છે. લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં મતદારયાદીમાં નોંધાયેલા તમામ મતદારો મતદાન કરે તે માટે ચૂંટણી વિભાગ અત્યારથી સક્રીય બન્યુ છે. જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો મતદાન કરે તે માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. જેમાં ચૂંટણી પંચના આદેશ અનુસાર મુખ્ય જિલ્લા ચૂંટણી અધીકારી કે.સી.સંપત અને નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી ડી.કે.મજેતર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર નોંધાયેલા 31 હજારથી વધુ 80 વર્ષથી વધુની વયના મતદારો મતદાન કરે તે માટે તેઓને પત્ર લખવામાં આવી રહ્યા છે. જેમાં તેઓ 50 વર્ષથી વધુ સમયથી મતદાન કરે છે, તે માટે સૌ પ્રથમ તેમને શુભેચ્છા પાઠવાઈ છે.

રૂબરૂ શુભેચ્છા અને વિનંતી પત્ર આપવામાં આવ્યા
જિલ્લાના 1543 મતદાન મથકો પર નોંધાયેલા બીએલઓ આ પત્ર પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ 80 વર્ષથી વધુની વયના મતદારોને ઘરે ઘરે જઈને પહોંચાડશે. આગામી ચૂંટણીમાં તેઓ મતદાન કરે અને યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડે તે માટે વિનંતી પણ કરાશે. આ સાથે વડીલો મતદાન કરે તે માટે ચૂંટણી પંચે ઉપલબ્ધ કરેલ સેવાઓનો પણ તેઓ લાભ લે તેવો અનુરોધ કરાયો છે. તાજેતરમાં મતદાર સુધારણા અભીયાનમાં ઓબ્ઝર્વર દીલીપકુમાર રાણા સહીતનાઓ દ્વારા 80 વર્ષથી વધુની વયના અમુક મતદારોને રૂબરૂ શુભેચ્છા અને વિનંતી પત્ર આપવામાં આવ્યા હતા. જયારે જિલ્લાના 1543 મતદાન મથકો પર નોંધાયેલા બીએલઓ આ પત્ર પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ 80 વર્ષથી વધુની વયના મતદારોને ઘરે ઘરે જઈને પહોંચાડશે.

અન્ય સમાચારો પણ છે...