રાજયમાં શિક્ષણનો મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. રાજ્ય સરકાર અને આપ આમને સામને આવી ગયા છે. વડા પ્રધાન ગુજરાત આવીને શિક્ષણ વિભાગ સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવાના છે ત્યારે આમ આદમી પાર્ટીએ વોટસેપ નંબર જાહેર કરીને આસપાસની સરકારી શાળાની સ્થિતિ વિશે વિડીયો અને ફોટા મોકલવા જાગૃત જનતાની અપીલ કરી છે.
કોઇ પણ દેશ હોય કે સમાજ હોય તેના વિકાસનો આધાર તેના શિક્ષણ ઉપર હોય છે. જ્યાં શિક્ષણ વ્યવસ્થા સારી હોય,સ્કૂલો સારી હોય,અભ્યાસ સારો હોય તે રાષ્ટ્ર પ્રગતી કરે છે. અને સમાજનો વિકાસ થાય છે. પરંતુ ગુજરાતમાં શિક્ષણની હાલત વિશે વર્તમાન સમયે ભાજપ સરકાર અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગઇ છે.
વડા પ્રધાનને ગુજરાતની કેટલી સારી સ્કૂલોના વિડિયો બતાવીને શિક્ષણ મંત્રી અને મુખ્ય મંત્રી છેતરશે તેવો આક્ષેપ કર્યો હતો. વડા પ્રધાનને કોઇ છેતરી ન જાય તે માટે જાગૃત નાગરિકો પોતાના ગામ, શહેર, શેરી કે આજુબાજુમાં ખંડેર સ્કૂલ હોય અથવા શિક્ષણકાર્ય યોગ્ય રીતે ન ચાલતું હોય તો વિડીયો તથા ફોટોગ્રાફસ વોટસએપ નં 9512040404 પર મોકલી આપવા અપીલ કરાઈ છે. સાથે જ આ વીડિયો વડાપ્રધાનને મોકલી આપવા પણ જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.