આવું કરશો તો કોરોના વળગશે:નવેમ્બરમાં 1367 લોકોએ 10 રૂપિયાનું માસ્ક ન પહેર્યું પણ 13.67 લાખ રૂપિયાનો દંડ ભર્યો!

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા પગપાળા રથ લઈ જતાં દરેક લોકોએ માસ્ક પહેરી ‘માસ્ક જ વેકસીન છે’ કથનને સાર્તક કર્યું હતું. - Divya Bhaskar
ચોટીલા પગપાળા રથ લઈ જતાં દરેક લોકોએ માસ્ક પહેરી ‘માસ્ક જ વેકસીન છે’ કથનને સાર્તક કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. તેમ છતાં હજુ પણ લોકો માસ્ક વગર બજારમાં ફરતા નજરે પડે છે. કોરોના કાળમાં જિલ્લાના 35,498 લોકોએ 1,02,59,700નો દંડ ભર્યો છે. માત્ર રૂપિયા 10 લઇ 250 સુધી બજારમાં મળતા માસ્ક ન પહેરીને ઝાલાવાડવાસીઓ રૂપિયા 1 હજારનો દંડ ભરે છે. જેમાં નવેમ્બર માસમાં જ માસ્ક વગર ફરતા 1367 લોકો પાસેથી 13,67,000નો દંડ વસૂલાયો છે. શુક્રવારે પણ જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ ધ્યાને આવ્યા હતા. જયારે કોરોનાથી 2ના મોત થયા છે અને વધુ 9 દર્દીઓ રીકવર થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માસ્ક વગર ફરતા લોકો પાસે દંડ વસુલવામાં આવી રહ્યો છે. જિલ્લાના લોકો બજારમાં મળતા રૂપિયા 10થી લઇને 250 સુધીના માસ્ક પહેરતા નથી પરંતુ રૂપિયા 1 હજારનો દંડ ભરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના સમયમાં અત્યાર સુધી માસ્ક વગર ફરતા 35,498 લોકો પાસેથી રૂપિયા 1 કરોડથી વધુ રૂપિયા 1,02,59,700નો દંડ વસૂલ કરાયો છે. જયારે નવેમ્બર માસમાં જ માસ્ક ન ઉપયોગ ન કરતા 1367 લોકોએ રૂપિયા 1 હજાર લેખે રૂપિયા 13,67,000નો દંડ ભર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે પણ કોરોનાના ડબલ ડીજીટમાં 10 કેસ નોંધાયા છે. જેમાં લખતર તાલુકામાં 3 કેસ નોંધાયા હતા. લખતર તાલુકાનાં આદલસર ગામે 62 અને 42 વર્ષીય પુરુષ તથા લખતર શહેરમાં 70 વર્ષીય મહિલા કોરોના સંક્રમીત થઇ છે. જયારે સુરેન્દ્રનગરમાં 4 અને પાટડીમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. શુક્રવારના 10 કેસ સાથે કોરોના મીટર 2981 પર પહોંચ્યુ છે. બીજી તરફ ચોટીલાના 70 વર્ષીય વૃધ્ધ અને પાટડીના 60 વર્ષીય પુરૂષનું કોરોનાથી મોત થયુ છે.

લગ્નમાં 100થી વધુ વ્યકિતઓ ભેગા કરી શકાશે નહી
કોરોના વાયરસના સંક્રમણને રોકવા સુરેન્દ્રનગર અધિક કલેકટર એન.ડી.ઝાલાએ જાહેરનામુ બહાર પાડયુ છે. જેમાં જિલ્લામાં લગ્ન અને સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં, પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં કરવા જણાવાયુ છે. જયારે મરણના કિસ્સામાં અંતિમ ક્રિયા અને ધાર્મિક વિધી માટે મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રખાઇ છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

એક્સપર્ટ વ્યૂ - સામેના વ્યક્તિને કોરોના છે, તેમ માનીને ચાલો તો જ કોરોનાથી બચી શકશો
બજારમાં હાલ અલગ-અલગ પ્રકારના માસ્ક મળે છે. તેમાં જે લોકો કોરોના પેશન્ટ કે સંભવીત કોરોના પેશન્ટ સાથેના સંપર્કમાં આવતા હોય તેઓએ ફરજીયાત એન-95 માસ્ક પહેરવુ જોઇએ. જયારે રૂટીનમાં થ્રી લેયરનું માસ્ક પહેરવુ જરૂરી છે. સામેના વ્યકિતને કોરોના છે તેમ માનીને ચાલશો તો જ કોરોનાથી બચી શકશો. સાવ માસ્ક ન પહેરવા કરતા સાદા કપડાનું માસ્ક પણ પહેરવુ હાલના સમયે જરૂરી બની ગયુ છે. પ્રોટેકશનની બાબતમાં તબક્કા જોઇએ તો એન-95, થ્રી લેયર અને સાદા કપડાનું માસ્ક પહેરવુ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...