ગરબાની રમઝટ:નવરાત્રિ ઝાલાવાડમાં ઇન્ડિયન-વેર્સ્ટન પદ્ધતિથી ગરબાઓની રમઝટ બોલશે

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિ પર્વને લઇને ઢોલ,નગારા સહિતના સાધનોની ખરીદી માટે ભીડ જામી રહી છે. - Divya Bhaskar
નવરાત્રિ પર્વને લઇને ઢોલ,નગારા સહિતના સાધનોની ખરીદી માટે ભીડ જામી રહી છે.
  • ઢોલનગરા, તબલા માટે ડબગરની દુકાનો પર ગ્રાહકોની ભીડ જામી

મા આદ્યશક્તિના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે. માના ગુણગાન માટે વપરાતા સાંજીદાને સજ્જ કરવા ઝાલાવાડના ડબગરો કામ પર લાગી ગયા છે. પરિણામે આ વર્ષે જૂની તેમજ નવી પદ્ધતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગરબાઓની રમઝટ બોલશે.

ઝાલાવાડમાં ઝાલાવાડમાં ઇન્ડિયન-વેર્સ્ટન પદ્ધતિમાં વપરાતા સંગીતના સાધનોની માગ વધી રહી છે. આથી કિટાર, કેસીયો, ફોરપીસ(રોટો), પેડ, ઓર્ગન સહિતની ચીજવસ્તુઓમાં 20 ટકા માગ વધી છે. જ્યારે ઢોલ, નગરા, ત્રિપાલી,ઢોલક જેવી જૂની પદ્ધતિવાળા સાધનોમાં 40 ટકા માગ રહી છે. આથી જિલ્લામાં આવેલી ડબગરોની દુકાનો પર સંગીત પ્રેમીઓની સાધનોની ખરીદી માટે ભીડ જામતી જાય છે.

આ અંગે ધર્મેન્દ્રભાઈ બી.દેવડા, આશીષભાઈ દેવડા,ચિંતનભાઇ દેવડા વગેરે જણાવ્યું કે, કોરોનાના સમયમાં 2 વર્ષ બાદ નવરાત્રિ માહોલ જોવા મળી રહ્યો છે. દિવસે-દિવસે સંગીતના સાધનોની ખરીદી તેમજ રિપેરીંગ માટે આવી રહ્યા છે. આ વર્ષે રિપેરિંગ કામમાં 5 ટકા અને સાધનોના ભાવમાં પણ 5 ટકા જેટલો વધારો રહ્યો છે. હાલ નવરાત્રિને લઇને 70 ટકા જેટલી ઘરાકી જોવા મળી રહી છે.

રિપેરિંગના કામમાં મહિલાઓ અગ્રેસર
આધુનિક યુગમાં ડીજે સહિતના ઇલેટ્રોનિક સાધનોના તાલ સામે ઝાલાવાડની ડબગર કારીગરી લુપ્ત થતી જાય છે. ત્યારે તેને ટકાવી રાખવા જિલ્લાની 15થી વધુ બહેન આ કારીગરીને જીવંત રાખવા સાથે પરિવારને મદદરૂપ પણ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...