રોગચાળો:મૂળી તાલુકામાં સપ્તાહમાં મલેરિયાના 5થી વધુ કેસો આવતાં સ્થાનિકોમાં ફફડાટ

મૂળી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં મૂળી ખાટડી, ગઢાદ, આસુન્દ્રાળી સહિતમાં 5 જેટલા કેસ મલેરિયા થયો હોવાનું ધ્યાને આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. મૂળી તાલુકામાં આરોગ્યની સેવા જાણે કાગળો પર જ થતી હોય તેમ દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળાં મારવાનો બનાવ સામે આવતો હોય છે.

ત્યારે મૂળીનાં ગ્રામ્ય વિસ્તારોમાં તાવ, શરદી, ઉધરસ સહિતનાં કેસો જોવા મળી રહ્યા છે. અને અગાઉ મલેરિયાનાં કેસો સામે આવ્યાની શાહી સૂકાઇ નથી ત્યાં છેલ્લા એક સપ્તાહમાં મૂળી તાલુકા મૂળી ખાટડી, ગઢાદ, આસુન્દ્રાળી સહિત ગામનાં દર્દીઓને પ્રથમ તાવ આવતા વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.

જ્યાં તપાસમાં મલેરિયાનાં લક્ષણો હોવાનુ ધ્યાને આવતા સમગ્ર તાલુકામાં ચિંતાનુ મોજું ફરી વળ્યું છે. જ્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. આ અંગે દર્દીનાં સગા હરેશભાઇ, મનુભા સહિતનાંઓએ જણાવ્યું હતું કે પ્રથમ તાવ અને ઠંડી સહિત શરીરમાં અહેસાસ થતા દવાખાને લઇ જવાતા હોવાનું કહેવાતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મલેરિયાના કેસો સામે આવતા સ્થાનિકો ફફડાળ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...