રાજકારણ:સૌરાષ્ટ્રની 10થી વધુ બેઠક પર સતવારા સમાજના મત ન તૂટે માટે છેલ્લી ઘડીએ વઢવાણના ઉમેદવાર બદલાયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાજપે સમાજનું ગણિત બેસાડીને જીજ્ઞાબેન પંડ્યાનું નામ રદ કર્યું
  • સતવારા સમાજના જગદીશ મકવાણાનું નામ જાહેર કર્યું

સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠક માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. જેમા વઢવાણ વિધાનસભા માટે ભાજપે જીજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કર્યુ હતુ. પરંતુ ફોર્મ ભરવાના આગલા દિવસે રવિવારે સાંજે આ બેઠક પરથી જીજ્ઞાબેનનું નામ રદ કરીને સતવારા સમાજના જગદીશભ મકવાણાના નામની જાહેરાત થતા ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્રમાં સતવારા સમાજનું ખૂબ સારું પ્રભુત્વ છે. 10થી વધુ બેઠક ઉપર તેમના મત નિર્ણાય બને છે.

આ ચૂંટણીમાં સતવારા સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ ન આપતા સમાજની નારાજગીનો ભોગ બનીને 10 બેઠક ઉપર નુકસાન ન જાય તે માટે ભાજપે છેલ્લી ઘડીએ વઢવાણ વિધાનસભાની બેઠકના ઉમેદવાર બદલી નાખ્યા હતા.જિલ્લાની 5 બેઠકમાં વઢવાણની બેઠક એ ભાજપ પક્ષ પોતાની માનવામાં આવે છે. આ બેઠક ઉપરથી ભાજપ સતત જીતતુ આવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપે વઢવાણ બેઠક ઉપરથી જીજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કર્યું હતું. જેમાં ખાસ કરીને ગુજરાતમાં જે નામો જાહેર કર્યા તેમાં સતવારા સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ આપી ન હતી. આથી સમાજના આગેવાનોમાં રોષ ફેલાયો હતો.સૌરાષ્ટ્રની 10થી વધુ વિધાનસભામાં સતવારા સમાજના નિર્ણાયક મત છે.

જો આટલા મોટા સમાજની નારાજગી લેવી તે ભાજપને પોસાય તેમ ન હતુ. અને આથી જ છેલ્લી ઘડીએ ભાજપ માટે મજબૂત અને જ્યાં સતવારા સમાજનું પણ સારું વોટિંગ છે.તેવી વઢવાણ વિધાનસભામાં સતવારા સમાજના જગદીશભાઇ મકવાણાને તાત્કાલિક ટિકિટ આપી દીધી હતી.

જીજ્ઞાબેન પંડ્યાને તાત્કાલીક કમલમ્ બોલાવી લેટર લખાવ્યો: ભાજપે 9 નવેમ્બરની મોડી રાતે પહેલી યાદી જોહર કરી તેમાં વઢવાણ બેઠક ઉપર જીજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કર્યું હતું. ત્યારબાદ જીજ્ઞાબેન અને ભાજપના કાર્યકરોએ સૌ પ્રથમ શહેરના જુદા જુદા મંદિરોમાં જઇને દર્શન કરી લીધા હતા. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. તમામ જગ્યાએ બાકી ટેક્સ ભરી દીધા હતા. સવારથી પણ જીજ્ઞાબેન પ્રચાર અને લોક સંપર્કના કાર્યમાં લાગી ગયા હતા. બપોરના સમયે તેમને કમલમ્થી ફોન આવ્યો કે તેમે તાત્કાલિક ગાંધીનગર આવી જાવ. તેઓ ગાંધીનગર પહોંચ્યા જ્યાં તેમણે આ બેઠક ઉપર અન્ય કોઇને ટિકિટ આપવાનું લખાણ લખી આપ્યું હતું. .

40 વર્ષના રાજકારણમાં ભાજપે ઉમેદવાર બદલ્યો હોય તે કાર્યકરોએ જોયું નથી: સુરેન્દ્રનગર જિલ્લામાં પીઢ અને વર્ષો સુધી ભાજપ સાથે જોડાઇને કામ કરતા કેટલાક આગેવાનોએ જણાવ્યુ હતુ કે અત્યા સુધીમાં વિધાનસભા અને લોકસભાની અનેક ચૂંટણીઓ આવી ગઇ.જેમાં ભાજપ એકવાર ઉમેદવાર જાહેર કરે પછી તેમને બદલ્યા હોય તેવુ 40 વર્ષના રાજકારણમાં યાદ નથી. આ તો રેર ઓફધી રેર કિસ્સો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...