સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં:લીલા ચણાને ગટરના પાણીથી ધોયા; મોરબીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

મોરબી18 દિવસ પહેલા
મોરબીમાં સ્થાનિક લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં, લીલા ચણા પર ગટરનું પાણી રેડી થઈ રહ્યું છે વેચાણ.
  • વીડિયોની ખરાઈ કરી તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવાની માગ ઊઠી

મોરબીમાં લોકોના આરોગ્યની સાથે ચેડાં કરી ખુલ્લેઆમ લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે, જેમાં મોરબીમાં ગટરના પાણીથી લીલા ચણા ધોઇ બેફામ રીતે વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખસ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરી લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો કેટલા દિવસ જૂનો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી.

મોરબીમાં લોકોનાં આરોગ્યની સાથે ચેડાં કરી લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા આ વાઇરલ વીડિયોની ખરાઇ કરી તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માગ મોરબીવાસીઓએ ઉઠાવી છે. મોરબી આરોગ્ય વિભાગના લોકોએ આ અંગે જણાવ્યું હતું કે "અમને આ વાઇરલ વીડિયોની કોઇ જાણકારી નથી છતાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું."

અન્ય સમાચારો પણ છે...