તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ ગરમાયું:મોરબીમાં તંત્રના ભાજપ પ્રેમથી કોંગ્રેસ ખફા, તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની ચીમકી ઉચ્ચારી

મોરબી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુમ્બિયાએ તંત્ર સામે રાગદ્વેષ રાખતું હોવાનો સણસણતો આરોપ લગાવ્યો
 • અધિકારીક વર્ગ ઉચ્ચક્ક્ષા સુધી સત્તા ઉપર બેઠેલી સરકારના આદેશનું પાલન કરવા મજબુરઃ કોંગ્રેસના આરોપો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં આજે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન મોરબીનું ચૂંટણીતંત્ર ભાજપ તરફી હોવાનો આક્ષેપ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુમ્બિયાએ લગાવ્યો છે. વધુમાં તેમણે આના પગલે પોતાના તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની ચીમકી ઉચ્ચારી દીધી હતી, જેથી લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

તંત્ર ભાજપાની તરફેણમાંઃ કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુમ્બિયામોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુમ્બિયાએ આજે મોરબી જિલ્લાની તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારોને 3.45 વાગે જિલ્લા કલેકટર કચેરીએ બોલાવ્યા હતા. તેમણે મોરબીના ચૂંટણી તંત્ર પર એક તરફી કાર્યવાહી કરી ભાજપની તરફેણ કરાઈ રહ્યા હોવાના આરોપો લગાવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનું વલણ તંદુરસ્ત લોકશાહી માટે હાનિકારક છે. જેના વિરોધમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોએ સામુહિક રીતે ઉમેદવારી પરત ખેંચી લેવાની ચિમકી ઉચ્ચરી હતી, જેથી કરીને તંત્રને લોકશાહીને અનુરૂપ ચૂંટણી કરવાની કોઈ જરૂરત નહીં રહે તેવા કડવા વેણ પણ કોંગ્રેસીઓએ કહ્યા હતા.

કોંગ્રેસના લોકોએ સણસણતા આરોપો લગાવ્યાકોંગ્રેસનો આ ગંભીર અને સણસણતો આક્ષેપ ખરેખર તંદુરસ્ત લોકશાહી માટે ખતરારૂપ હોવાનું પણ મનાઈ રહ્યું છે અને અધિકારીક વર્ગ ઉચ્ચક્ક્ષા સુધી સત્તા ઉપર બેઠેલી સરકારના આદેશનું પાલન કરવા મજબુર છે ત્યારે હવે કોંગ્રેસના પ્રતિસાદ કેવા આવશે તે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો