હવસખોરોએ હદ વટાવી:મોરબીમાં નરાધમે અસ્થિર મગજની યુવતી ઉપર ઘરકામના બહાને દુષ્કર્મ આચર્યું, યુવતીની તબિયત લથડતાં ભાંડો ફૂટ્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરે કામ કરવા આવતી યુવતીની માનસિક હાલતનો ગેરલાભ ઉઠાવી હવસનો શિકાર બનાવી

મોરબી તાલુકામાં અસ્થિર મગજની યુવતી ઉપર ઘરકામના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘરે કામ કરવા આવતી યુવતીની માનસિક હાલતનો ગેરલાભ ઉઠાવી આરોપીએ હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવતીની તબિયત લથડતાં ભાંડો ફૂટ્યો
આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાની એક 23 વર્ષની યુવતી માનસિક રીતે અસ્થિર હોય પણ સારા ઘરમાં જઈને કચરા પોતા કે વાસણનું કામ કરીને પરિવારને ભરણપોષણ મદદરૂપ બને છે. દરમિયાન માનસિક વિકલાંગ યુવતી મોરબીના જયેશ અશ્વિનભાઈ લુહાણાના ઘરે પણ ઘરકામ કરવા જતી હતી. આથી ઘરકામ કરવા આવેલી આ યુવતીની મનોદશાનો ગેરલાભ ઉઠાવી આ શખ્સે યુવતીને વાસનાનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવતી ઘરે ગયા બાદ તેની તબિયત લથડતા આરોપીના કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો. હાલ યુવતીની માતાની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...