મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દૈનિક કેસોનો આંક સીંગલ ડિજિટમાં આવી રહ્યો છે. આજે કોરોનાના માત્ર 16 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 101 થઈ ગયા છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 984 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 16 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 21 દર્દીઓ રિકવર પણ થયા છે.
જો કે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 68 વર્ષના વૃદ્ધ મહિલાનુ કોરોનાના લીધે મરણ નોંધાયું છે. કોરોનાની સાથે તેઓને લ્યુકેમિયા-બ્લડ કેન્સરની બીમારી હતી. તેમજ તેમણે કોરોના રસીના એક પણ ડોઝ લીધેલા હતા નહી તેમ આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.
15 ફેબ્રુઆરી, મંગળવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
મોરબી ગ્રામ્ય : 06 મોરબી શહેર : 03 વાંકાનેર ગ્રામ્ય : 05 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 02 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 16
15 ફેબ્રુઆરી, મંગળવારે રિકવર થયેલા કેસની વિગત
મોરબી તાલુકા : 15 વાંકાનેર તાલુકા : 01 હળવદ તાલુકા : 01 ટંકારા તાલુકા : 04 માળિયા તાલુકા : 00 કુલ ડિસ્ચાર્જ : 21
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.