તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 230 બેઠક માટે 832 ઉમેદવારી ફોર્મ ભરાયા

મોરબી22 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે ઉમેદવારોને પક્ષ તરફથી મેન્ડેટ આપી દેવામાં આવતા સવાર થી બપોસ સુધીમાં પક્ષ, અન્ય પક્ષ અને અપક્ષમાં કુલ મળીને 230 બેઠક માટે 832 ફોર્મ ભરવામાં આવ્યા છે જેની ચકાસણી હવે આગામી તા.15 ના રોજ કરવામાં આવશે અને 16 તારીખ ઉમેદવારી પત્ર પાછું ખેચવા માટેનો છેલ્લો દિવસ છે

મોરબી જિલ્લામાં એક જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ પાલિકાની 230 બેઠક ઉપર ચૂંટણી તા 28 ના રોજ યોજવાની છે તેના માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ઉમેદવારોએ ઉત્સાહ સાથે ફોર્મ બાહરી દીધેલ છે જેમાં મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 116, મોરબી પાલિકા 52 (બાવન) બેઠક માટે 172, વાંકાનેર પાલિકાની 28 બેઠક માટે 82 અને માળીયા પાલિકાની 24 બેઠક માટે 55 ફોર્મ ભરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પંચાયતની 26 બેઠક માટે 87, માળીયા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 59, હળવદ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 85, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 107 અને ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 69 ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ છે જેમાથી રદ કેટલા થશે અને સમજાવટ પછી પાછા કેટલા ખેચવામાં આવશે તે આગામી સમય બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો