કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં આજે નવા 38 કેસ નોંધાયા, 34 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લામાં આજે નવા 38 કેસ નોંધાયા - Divya Bhaskar
મોરબી જિલ્લામાં આજે નવા 38 કેસ નોંધાયા
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 381 પર પહોંચ્યો

મોરબી જિલ્લામાં આજે 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે કુલ 906 લોકોના કોરોના ટેસ્ટિંગ કરાયા હતા. જેમાંથી 38 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં 15 અને તાલુકામાં 9, વાંકાનેર શહેરમાં 1 અને તાલુકામાં 4 તેમજ હળવદ શહેરમાં 1 અને તાલુકામાં 5 તેમજ ટંકારા શહેરમાં 0 અને તાલુકામાં 1 તેમજ માળિયા શહેરમાં 0 અને તાલુકામાં 2 કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે નવા 38 કેસની સામે આજે 34 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. જેમાં મોરબી તાલુકામાં 32 અને ટંકારા તાલુકામાં 2 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે આજના નવા 38 કેસ અને 34 ડિસ્ચાર્જ કેસ બાદ મોરબી જિલ્લામાં કુલ 381 એક્ટિવ કેસની સંખ્યા રહી છે.

અન્ય સમાચારો પણ છે...