તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિટકાર:વૃદ્ધાવસ્થાની લાકડી સમાન દીકરાએ 90 વર્ષના માતાને સાવરણી વડે માર માર્યો, મોરબીના કપાતર પુત્રનો વીડિયો વાઈરલ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
મોરબીમાં એક નાલાયક પુત્રએ તેની 90 વર્ષીય માતાને જમીન પર ધસડી સાવરણીથી માર માર્યો, વીડિયો વાઈરલ
  • વીડિયો વાઈરલ થતા પુત્ર પર ચોતરફથી ફિટકારની લાગણી વરસી
  • વાઈરલ વીડિયો બાદ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી

બે દિ' અગાઉ "મધર્સ ડે"ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના સોશ્યલ મીડીયામાં એક વિડીયો વાઈરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ તેની વૃદ્ધ માતાને સાવરણીથી માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. આ સનસનીખેજ વિડીયો સામે આવતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. બાદમાં આ વાઈરલ વિડીયોની તપાસ કરતા ઘટના મોરબીના કાંતિપુર ગામમાં રહેતા મનસુખ પરમાર નામની વ્યક્તિ તેની 90 વર્ષની વૃધ્ધ માતા રંભાબેન સાવરણીથી માર મારતા હોવાનો સામે આવ્યું હતું.

આ અંગે વધુ તપાસ કરતા આ વ્યક્તિના ભત્રીજાએ રંભાબેનનો મોબાઇલથી વીડિયો બનાવી મનસુખભાઇ અને તેના પરિવારજનો ખાવાનું ન આપતા હોય કે યોગ્ય સંભાળ ન રાખતા હોય તેવુ બોલવા જણાવતો હતો. આ વીડિયો સામે આવતા મનસુખભાઇનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને વૃદ્ધ માતાને પહેલા પછાડી દઈ ઢસડી હતી બાદમાં સાવરણીથી માર માર્યો હતો.ઘટના સામેં આવ્યા બાદ તાલુકા પોલીસે આ કળીયુગી પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી હતી.

સોશિયલ મિડીયામાં છેલ્લા એક-બે દિવસથી વૃધ્ધ મહિલાને માર મારતો વિડીયો વાઈરલ થયો હતો. બાદમાં તપાસમાં આ વાઈરલ વિડીયો મોરબી નજીક કાંતિપુર ગામના રહેવાસી રંભાબેન પરમારનો હોવાનું સામે આવ્યું હતુ. રંભાબેન પરમારનો મોટો દિકરો મનસુખભાઇ બાબુભાઇ પરમાર સાવરણી વડે પોતાને જન્મ આપનારી માતાને સાવરણી વડે માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જ્યારે વૃધ્ધ માતાને માર મારતા દિકરા પર ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

આ વાઈરલ વિડીયોની તપાસમાં મોરબીના કાંતિપુર ગામની વૃધ્ધ મહિલા રંભાબેન પરમારને બે દિકરાઓ છે. અને બંને દિકરાઓ આજુબાજુમાં જ રહે છે. ત્યારે વૃધ્ધ મહિલા રંભાબેન પરમાર નાના દિકરાના ઘેર બેસવા ગયા હતા. ત્યારે એમની પૌત્રી લેવા માટે આવી હતી. બાદમાં મોટા દિકરા મનસુખભાઇ પરમારે એમને ઘરના આંગણામાં પછાડીને ઢસડ્યા બાદ સાવરણી વડે મારતા નજરે પડ્યાં હતા. અને ઘરની મહિલાઓ વૃધ્ધ માતાને છોડાવતી નજરે પડી હતી. સોશ્યલ મિડીયામાં વાઈરલ વિડીયો બાદ પોલિસે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.જ્યારે વૃધ્ધ માતાને માર મારતા દીકરા પર ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...