તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:મોરબીમાં ટ્રકમાં ચાઇના કલે માટી નીચે છુપાવીને લવાતી વિદેશી દારૂની 1880 બોટલો સાથે એકને ઝબ્બે કરાયો

મોરબી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે હાલમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની 1880 બોટલો સહિત રૂ. 15.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે ત્યારે દારૂની બદીને ડામવા માટે એસપી દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેવામાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાં દારૂનો જથ્થો ભરેલ ટ્રક હોવાની માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ટ્રક નં- RJ-21-GA-2577માં ચાઇના કલે માટી નીચે દારૂનો જથ્થો છુપાવીને તેની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે હાલમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની 1880 બોટલો જેની કિંમત 5,64'000 તથા ટ્રક, મોબાઇલ એમ કુલ મળી 15,69,000 ના મુ દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એસપી એસ.આર.ઓડેદરા દ્વારા જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર તથા વેચાણની પ્રવૃતિ પર અંકુશ લાવવા સૂચના આપવામાં આવી હતી જેથી કરીને એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા વિક્રમ કુંગસીયાને ખાનગી બાતમી મળી હતી કે મેઘપર ઝાલા ગામથી બંગાવડી જતા કાચા રસ્તે સીમમાં ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ અમરસંગ ઝાલા રહે. બન્ને મેઘપર ઝાલા તથા યુવરાજસિંહ ઉર્ફે ભાણ જાડેજા રહૈ. ખીડોઇ કચ્છ વાળાઓએ પરપ્રાંતમાંથી અશોક લેલન ટ્રક નં. RJ-21-GA-2577 વાળીમાં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવા મંગાવી દારૂનો જથ્થો ઉતારનાર છે.

ટંકારા તાલુકાનાં મેઘપર ઝાલા ગામથી બંગાવડી તરફ જતા કાચા રસ્તે સીમમાં રેડ કરતા ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ 1880 જેની કિંમત 5,64,000 તથા મોબાઇલ ફોન અને ટ્રક મળીને 15,69,000ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં પોલીસે સંતકુમાર રામુરામ બીસ્નોઇ રહે. પોલાસ વીશનોઇયાન તા.દેગાના જી.નાગોર ( રાજસ્થાન )ની ધરપકડ કરવામાં આવેલી છે અને આ કેસમાં બલદેવરામ ચૌધરી જાતે જાટ રહે. ડાબરાની થાણુ મેહતા રોડ મેહતા સીટી જિલ્લો નાગોર (રાજસ્થાન), ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા રહે. મેઘપર ઝાલા, રવિરાજસિંહ અમરસંગ ઝાલા રહે. મેઘપર ઝાલા અને યુવરાજસિંહ ઉર્ફે ભાણ જાડેજા રહે. ખેડોઇ (કચ્છ) વાળાના નામ સામે આવેલા છે. જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, દિલીપ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, સહદેવસિંહ જાડેજા, ચંદ્રકાંત વામજા, દશરથસિંહ ચાવડા, વિક્રમ કુંગસીયા, ભગીરથસિંહ ઝાલા, નિરવ મકવાણા, રણવિરસિંહ જાડેજા, સતીષ કાંજીયા વગેરેએ કરી છે

હાલમાં પકડવામાં આવેલા દારૂની વિગત50/50 ત્રિપલ એક્સ રમ 750 એમ.એલ. કાચની કંપની શીલ પેક બોટલ 252, ચેતક ક્લાસિક વ્હીસ્કી 750 એમ.એલ. કાચની કંપની શીલ પેક બોટલ + 142, ગ્લોબસ સ્પીરીટ ડ્રાય જીન 750 એમ.એલ. કાચની કંપની શીલ પેક બોટલ 430, ગોલ્ડ કોઇન સ્પેશ્યિલ હીસ્કી 750 એમ.એલ. કાચની કંપની શીલ પેક બોટલ 144, દરબાર ડીલક્ષ વ્હીસ્કી 750 એમ.એલ. કાચની કંપની શીલ પેક બોટલ 288, વ્હાઇટ લેક વોડકા ઓરેંજ ફલેવર કાચની કંપની શીલ પેક બોટલ 372, બ્લેક જગુઆર ત્રિપલ એકસ રમની કાચની કંપની શીલ પેક બોટલ 228 અને રોયલ કલાસીક વ્હીસકી કાચની કંપની શીલ પેક બોટલ 24 નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો