પોલીસે કરાવ્યું સુખદ મિલન:મોરબીમાં દાદીને મળવા માટે નવ વર્ષની બાળકી ઘરેથી એકલી નકળી, રસ્તો ભૂલી જતાં ગોલા બજાર પહોંચી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુખદ મિલન મોરબીમાં નવ વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી પોલીસ

મોરબીમાં એક નવ વર્ષની બાળકી પોતાની દાદીના ઘરે જવા માટે ઘરેથી એકલી નીકળી ગઇ હતી. જોકે તે દાદીના ઘરનો રસ્તો ભૂલી જતાં મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર આવેલા ગોલા બજાર પહોંચી ગઇ હતી. બાળકી અંગે જાણ થતાં મોરબી પોલીસ પહોંચી હતી. બાળકીને મોરબી એ ડિવિઝન પોલીસે કાઉન્સેલિંગ કરી તમામ વિગતો જાણી તેના પરિવારને બોલાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતુ. પોલિસ દ્વારા તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવી બાળકીને તેના માતા-પિતા તથા દાદીને સોપી આપવામાં આવી હતી.

ગોલા બજારમાંથી બાળકી મળી આવી SHE TEAM પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીમાં મહેન્દ્ર ડ્રાઇવ રોડ ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવતા તેને પોલિસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેનું નામ સોનમબેન રામભાઇ નિનામા ( ઉં.વ.-9 રહે. અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં તા.જી.મોરબી મુળ-ગામ ભીલખેડી તા.સરદારપુર જી.ધાર ) (મધ્યપ્રદેશ) વાળી હોવાનું માલૂમ પડ્યું હતું.

માતા-પિતા તથા દાદીને સોંપવામાં આવી
માતા-પિતા મોરબી ખાતે રહેતા હોય તેના દાદી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં રહેતા હોય ત્યા જવું હોય જેથી ઘરેથી એકલી નીકળી ગયી હતી. જેથી તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં જઇ તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવી બાળકીને તેના માતા-પિતા તથા દાદીને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...