અનોખી પરંપરા:ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં નવા વર્ષને દિવસે આજે પણ અશ્વ દોડાવવાની પરંપરા યથાવત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • ધ્રાંગધ્રાના મેથાણ સહિતના ગામોમાં આજે બેસતા વર્ષને દિવસે અશ્વને દોડાવી નવા વર્ષને આવકારવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં નવા વર્ષને દિવસે આજે પણ અશ્વ દોડાવવાની પરંપરા યથાવત જોવા મળી હતી. ધ્રાંગધ્રાના મેથાણ સહિતના ગામોમાં આજે બેસતા વર્ષને દિવસે અશ્વને દોડાવી નવા વર્ષને આવકારવામાં આવ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા વિસ્તારમાં દિવાળી બાદ બેસતા વર્ષે કેટલાક ગામોમાં ગોવાળ પાછળ ગાયો દોડાવવાની તો કેટલાંક ગામોમાં યુવાનોમાં અશ્વ દોડાવવાની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં નવા વર્ષને દિવસે આજે પણ અશ્વ દોડાવવાની પરંપરા યથાવત જોવા મળી હતી.

જેમાં ધ્રાંગધ્રાના મેથાણ સહિતના ગામોમાં આજે બેસતા વર્ષને દિવસે અશ્વને દોડાવી નવા વર્ષને આવકારવામાં આવ્યું હતુ. જેમાં યુવાનોએ દોડતા અશ્વ પર અવનવા કરતબો કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. અશ્વ દોડાવવાની પરંપરાએ સંસ્કૃતિને ઉજાગર કરી ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...