તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો વેડફાટ:લીંબડીમાં એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ, તંત્રની બેદરકારી

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
લીંબડીમાં એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ, તંત્રની બેદરકારી
  • લીંબડી નગરપાલિકાની બાજુમાં જૂના જકાત નાકા પાસે પાઇપ લાઇનમાંથી પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ
  • લીંબડીની જનતાને પાલિકા દ્વારા આઠથી દશ દિવસે પાણી વિતરણ થાય છે

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં એક બાજુ પાલિકા દ્વારા જનતાને આઠથી દશ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. મહિલાઓને આકરા ઉનાળાની 45 ડીગ્રીની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની એક-એક બુંદ માટે વલખાં મારતા નજરે પડે છે. બીજી બાજુ લીંબડી નગરપાલિકાની બાજુમાં જૂના જકાત નાકા પાસે પાણીની પાઇપ લાઇનમાંથી વેડફાટ થતાં નગરજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની કહેર વચ્ચે 45 ડીગ્રી તાપમાનમાં લોકોની હાલત કફોડી બનવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં એક બાજુ પાલિકા દ્વારા જનતાને આઠથી દશ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. મહિલાઓને આકરા ઉનાળાની 45 ડીગ્રીની કાળઝાળ ગરમીમાં માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક-એક બુંદ માટે વલખાં મારતા નજરે પડે છે. બીજી બાજુ લીંબડી નગરપાલિકાની બાજુમાં જૂના જકાત નાકા પાસે પાણીની પાઇપલાઇનમાંથી વેડફાટ થતાં નગરજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

એક તરફ એક તરફ લીંબડીના લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો બેફામ વેડફાટ થતાં તંત્રની બેદરકારી સામે આવી હતી. લીંબડીમાં પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યોં છે. બીજી બાજુ લીંબડીની જનતાને પાલિકા દ્વારા આઠથી દશ દિવસે પાણી વિતરણ થાય છે આથી પીવાના પાણી માટે રઝળપાટ કરતી મહિલા સહિત લીંબડી નગરજનોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...