સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે. ત્યારે એક તરફ લીંબડીમાં આવેલા અન્ય એક બગીચા પાછળ પાલિકાએ રૂ. 1 કરોડનો ખર્ચ કર્યો પણ લોકાર્પણ બાદ બગીચાનાં તાળાં જ ખોલ્યા નહી. જ્યાં બીજી તરફ લીંબડી શહેરમાં વર્ષોથી ઉજ્જડ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલો દિગ્વિજય બાગ હવે નવા રંગરૂપ ધારણ કરશે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે. અંદાજે 60 લાખ રૂપિયાના ખર્ચે દિગ્વિજય બાગના રીનોવેશનનું ખાતમુહૂર્ત કરાતાં લોકોમાં નવા હરવા ફરવાના સ્થાનની આશા બંધાઈ છે.
ત્યારે એક તરફ લીંબડીમાં આવેલા અન્ય એક બગીચા પાછળ પાલિકાએ રૂ. 1 કરોડનો ખર્ચ કર્યો, પણ લોકાર્પણ બાદ બગીચાનાં તાળાં જ ન ખોલ્યાં નથી. લીંબડી નગરપાલિકા બાળકોના રમત ગમત અને લોકોના હરવા ફરવાના સ્થળ પાછળ કરોડોનો ખર્ચો કરી રહી છે. પરંતુ અણઆવડતના પગલે લોક ઉપયોગમાં બગીચા આવતા ન હોવાની લોકોની ફરિયાદ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.