સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે વધુ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવ્યું છે. લીંબડીના યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમા ચકચાર મચી છે. જેમાં વ્યાજે રૂપિયા લઇ અને ત્યારબાદ વ્યાજખોરોના ત્રાસ વધી જતા યુવકે ઝેરી દવા ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી છે.
યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. લીંબડીમાં વહેલી સવારે આ ઘટના બની છે. જેમાં સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજવા પામ્યું છે. લીંબડી હોસ્પિટલમાં મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી છે.
વ્યાજખોરોનો ત્રાસ કેટલી હદે વધ્યો હશે કે યુવકને ઝેરી દવા ગટગટાવી પડી તે અંગેની પણ ચર્ચાએ જોર પકડયું છે. આ બાબતે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વધુ એક વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી લીધી છે. ઝેરી દવા ગટગટાવી પોતાના ઘરે જ મોતને વહાલુ કરી લેતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પોલીસ દ્વારા પણ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.