જમાઈને સાસરીયાઓએ મારમાર્યો:હળવદમાં રીસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા જમાઈ પર સસરા અને સાળાએ હુમલો કર્યો

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં રીસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા જમાઈ પર સસરા અને સાળાએ હુમલો કર્યો - Divya Bhaskar
હળવદમાં રીસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા જમાઈ પર સસરા અને સાળાએ હુમલો કર્યો
  • વચ્ચે પડેલા જમાઈના ભાઈને પણ લોખંડની સાફટીન ફટકારી
  • પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પિયર ગયેલી પત્નીને સમજાવવા ગયેલા જમાઈને સસરા અને સાળાએ મારમાર્યો હતો. તેમજ વચ્ચે પડેલા જમાઈના ભાઈ ઉપર પણ લોખંડની સાફટીન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જમાઈ પત્નીને મનાવવા ગયો હતો

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ રહેતા કાળુભાઇ કરશનભાઇ દેઢરીયા, ઉ.35એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તેમના નાનાભાઈ મહેશભાઈની પત્ની બે દિવસ પહેલા રિસામણે ચાલી ગઈ હોવાથી મહેશભાઈ તેના સસરાના ઘેર પત્નીને સમજાવવા ગયા હતા.

આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

વધુમાં મહેશભાઈ તેના સસરાના ઘેર ગયા હોવાની જાણ થતાં કાળુભાઇ પણ ત્યાં પહોંચતા મહેશભાઈના સાળા અજીતભાઇ પ્રેમજીભાઇ વાવેચા અને સસરા પ્રેમજીભાઇ મુળજીભાઇ વાવેચાએ ઝઘડો કરી કાળુભાઇના માથામાં લોખંડની સાફટીનનો ઘા મારી દેતા પાંચ ટાકા આવ્યા હતા. જ્યારે મહેશભાઈને આંખ ઉપર લાકડાનો ધોકો મારી ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે હળવદ પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...