મોરબી જિલ્લાકક્ષાની દોડની સ્પર્ધામાં કડીયાણા ગામનો પ્રફુલ દઢૈયા 400 મીટરમાં પ્રથમ નંબર અને 800 મીટરમાં બીજા નંબરે સ્થાન મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે.
ખેલ મહાકુંભમા જિલ્લાભરના સ્પર્ધકોએ પોતાની કલા અને કૌશલ્ય દેખાડવા ઉમટી પડ્યા હતા. જેમાં દોડની સ્પર્ધામાં હળવદ તાલુકાના કડીયાણા ગામનો યુવાન પ્રફુલ દઢૈયા જિલ્લા કક્ષાની 400 મી.ની દોડની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રથમ નંબર અને 800 મી.ની દોડમાં બીજો નંબર મેળવી ગામનું ગૌરવ વધાર્યું હતું. જે ફરી રાજ્યકક્ષાની સ્પર્ધામાં કલા બતાવશે.
હળવદ તાલુકાના કરિયાણા ગામે રહેતા ખેડૂત પુત્ર પ્રફુલ મેલજીભાઈ દઢૈયા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા કડીયાણા ગામનું નામ રોશન કર્યું છે.જેમાં પ્રફુલ દઢૈયા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ બીઆરસી પ્રવિણસિંહ ચૌહાણ અને હિતેશભાઈ વરમોરા તેમજ કડીયાણા ગામની સ્કૂલના શિક્ષકો અને ગામના સરપંચ રમેશભાઈ માકાસણા તેમજ મોભી વડીલ વિક્રમસિંહ ઝાલા, અશોકસિંહ જાડેજા , ભરતભાઇ વઢરેકીયા , રતિલાલ ઠુંગા સહિતના ગ્રામજનો એ શુભેચ્છા પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.