ગ્રામજનોમાં આક્રોશ:ખારાઘોડામાં ચાલકે ટેન્કરથી રોડ ઉપર ખારું પાણી ઠાલવતાં સ્થાનિકો પરેશાન, ચાલકે દાદાગીરી કરતાં લોકો ભડક્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખારાઘોડામાં ચાલકે ટેન્કરથી રોડ ઉપર ખારું પાણી ઠાલવતાં સ્થાનિકો પરેશાન - Divya Bhaskar
ખારાઘોડામાં ચાલકે ટેન્કરથી રોડ ઉપર ખારું પાણી ઠાલવતાં સ્થાનિકો પરેશાન
  • ખારાઘોડા-પાટડી રોડ પર અવારનવાર સ્લીપ મારવાના વધતા બનાવથી અનેક લોકો ઇજાગ્રસ્ત
  • ગામલોકોએ ભેગા થઈને ટેન્કર ચાલકને રજૂઆત કરતાં તેણે જાનથી મારવાની આપી ધમકી આપી
  • રોષે ભરાયેલા ગ્રામજનો આગામી સોમવારે કલેક્ટર ઓફિસમાં રજૂઆત માટે જશે

ખારાઘોડામાં ખારાપાણીના ટેન્કરના ચાલકે રોડ ઉપર ખારુ પાણી ઠાલવતાં ગામના લોકો ખૂબ જ પરેશાન થઇ ઉઠ્યા છે. ખારાઘોડા-પાટડી રોડ પર અવારનવાર મોટર સાઇકલ સ્લીપ મારવાના વધતા જતાં બનાવથી અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ખારાઘોડાના ગામલોકોએ ભેગા થઈને ટેન્કર ચાલકને રજૂઆત કરતાં તેણે જાનથી મારવાની આપી ધમકી આપી હતી. આથી રોષે ભરાયેલા ગ્રામજનો આગામી સોમવારે કલેક્ટર ઓફિસમાં રજૂઆત માટે જશે.

પાટડી ખારાઘોડા રોડ પર તાજેતરમાં વહેલી સવારે ઢોળાયેલા ચિંકણા કેમિકલથી બે અલગ-અલગ મોટરસાયકલ પર સરકારી નોકરીએ જતા સરકારી કર્મચારીઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. જેમાં એક આધેડ કર્મચારીને હાથે, પગમાં અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં પાટડી ખારાઘોડા રોડ પર ઢોળાયેલા ચિંકણા કેમિકલથી વધુ એક પેસેન્જર રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં રીક્ષામાં સવાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહોતી.

ખારાઘોડા-પાટડી રોડ પર અવારનવાર મોટર સાઇકલ સ્લીપ મારવાના વધતા જતા બનાવથી અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ખારાઘોડા ગામલોકોએ ભેગા થઈને ટેન્કર ચાલકને રજૂઆત કરતા તેણે જાનથી મારવાની આપી ધમકી આપી હતી. ખારાઘોડામાં દિવસેને દિવસે ખારાપાણીના ટેન્કરવાળાની દાદાગીરી વધી રહી છે. આથી રોષે ભરાયેલા ગ્રામજનો આવતા સોમવારે કલેક્ટર ઓફિસમાં રજૂઆત માટે જવાના હોવાનું ખારાઘોડાના ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...