તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ વસુલાત:જૂનમાં 3361 લોકો પાસેથી 17,88,300નો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકો સહિતના લોકો સામે તંત્રે કાર્યવાહી કરી હતી. - Divya Bhaskar
શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકો સહિતના લોકો સામે તંત્રે કાર્યવાહી કરી હતી.
  • સુરેન્દ્રનગરમાં ટ્રાફિકના ભંગ બદલ 111 વાહન ડિટેઈન કરાયાં
  • માસ્ક નહીં પહેરનારા, જાહેરમાં થૂંકનારા પાસેથી 5,13,000 વસૂલ્યા

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જૂન માસમાં 3361 લોકો ઝપટે ચડી ગયા હતા. તેમની પાસેથી જુદા જુદા નિયમોના ભંગ બદલ કુલ 17,88,300નો દંડ વસૂલાયો હતો. જ્યારે 111 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેશન, કોલેજ રોડ, રિવરફ્રન્ટ, હેન્ડલૂમચોક, જવાહરચોક, ટાવર રોડ,ટાંકીચોક, પતરાવાળી તેમજ વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના સ્થળોએ જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયાની સૂચનાથી ટ્રાફિક પીએસઆઈ સી.એ.એરવાડિયા સહિતની ટ્રાફિક ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

એમવીએ હેઠળ એનસી દાખલ કરીને 2511 લોકોને રૂ. 7,78,400 દંડ કરાયો હતો. 111 વાહન ડિટેઇન કરીને ચાલકોને રૂ. 4,83,600, માસ્ક નહીં પહેરતા અને જાહેરમાં થૂંકતા 513 લોકોને 5,13,000નો ફટકાર્યો હતો. ટ્રાફિક અડચણરૂપ લારી-ગલ્લાના 106 લોકોને 10,600, તમાકુ અંગે 27 લોકો સામે કાર્યવાહી કરીને 2,700નો દંડ કરાયો હતો. સોશિયલ ડિસ્ટન્સના 67, અડચણરૂપ લારી-રિક્ષાના 21, પૂરઝડપે વાહન હંકાકરતા 4, કેફી પીણુ પીને વાહન ચલાવતા 1 ચાલકા સામે ગુનો નોંધાવ્યો હતો. જૂનમાં દરરોજ 112 લોકો નિયમોનો ભંગ કરતા ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...