તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:ઝાલાવાડમાં 23 દિવસ બાદ કોરોનાથી મોતનો સિલસિલો થંભ્યો, નવા 19 કેસ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરની 2 કોવિડ હોસ્પિટલમાં ફાયરની મોકડ્રિલ - Divya Bhaskar
શહેરની 2 કોવિડ હોસ્પિટલમાં ફાયરની મોકડ્રિલ
 • રવિવારે ધ્રાંગધ્રામાં સૌથી વધુ 7 દર્દી નોંધાયા, એકેય કોરોનામુક્ત નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 23 દિવસ બાદ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું ન હતું. છેલ્લે 14 નવેમ્બરે કોરોનાથી મોતનો આંકડો શુન્ય હતો. રવિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 19 કોરોના પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંકડો 3108 એ પહોંચ્યો હતો. રવિવારે નોંધાયેલા સૌથી વધુ ધ્રાંગધ્રાંમાં 7 વ્યક્તિઓ સંક્રમીત બન્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 200 ને પાર થઇ ગયો હતો. ત્યારે છેલ્લા થોડા દિવસોથી સરેરાશ બે કે ત્રણ કોરોના દર્દીઓના મોત થતાં ફફડાટ ફેલાયો હતો. . પરંતુ આખરે 23 દિવસ બાદ રવિવારે જિલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું ન હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લે 14 નવેમ્બરે કોરોનાથી એકેય મોત નહોતું થયું. જો કે રવિવારે કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક ડબલ ડીજીટમાં નોંધાયો હતો. અને કુલ 19 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમીત બન્યા હતા. જેમાં ધ્રાંગધ્રા તાલુકામાં 7, લખતર તાલુકામાં 4, થાન તાલુકામાં 3 અને સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં પણ વધુ 3 કેસ નોંધાયા હતા. લખતરમાં નોંધાયેલા 4 કેસ બજરંગપુરા ગામમાં નોંધાયા છે. જેમાં 2 પુરુષ અને 2 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

સરકાર દ્વારા મહિનાની 6ઠ્ઠી તારીખે કોવીડ હોસ્પિટલમાં ફાયર અંગેની મોકડ્રીલ યોજવાનો આદેશ કરતાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ અને સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં કોવીડ સેન્ટરોમાં ફાયરની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં આગ વખતે કેવી તકેદારી રાખવી, દર્દી તેમજ અન્ય લોકોને બચાવવા માટે કેવા પગલા લેવા, આગ ઓલવવા માટે કેવા પ્રયત્નો કરવા તે બાબતો અંગે લાઇવ ડેમો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો