ડેમ તળિયાઝાટક:ઝાલાવાડમાં 86% વરસાદ છતાં 11માંથી 2 જ ડેમ ભરાયા

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરસલ, નિંભણી ડેમ તો હજુ પણ તળિયાઝાટક

ઝાલાવાડમાં સામાન્ય રીતે જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થઇ જાય છે. આ વર્ષે જિલ્લામાં મેઘાએ ધીરી ધારે હેત વરસાવવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 86 ટકા જેટલો વરસાદ થઇ ચૂક્યો છે. જેની સામે જળાશયોમાં 46.30 ટકા જ પાણીનો સંગ્રહ થયો છે. જેમાં મોરસલ અને નિંભણી આ 2 ડેમ તો હજુ પણ તળિયા ઝાટક છે. જ્યારે વાંસલ અને ત્રિવેણી ઠાંગા આ 2 ડેમ વરસાદી પાણીથી છલકાયા છે. ધોળીધજા ડેમ નર્મદાના નીરથી છલકાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે પણ જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થઇ ગઇ હતી. સામાન્ય રીતે નવેમ્બર મહિના સુધી જિલ્લામાં વરસાદ પડતો હોય છે. ચોમાસાની સિઝનના સાડા ત્રણ મહિના જેટલો સમય પસાર થઇ ગયો છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 5092 એમએમ એટલે કે 86.1 ટકા પાણી પડી ગયો છે. ધીમે ધીમે પડેલા વરસાદથી મોલાત સારી છે. પરંતુ આખું વરસ પીવા માટે અને સિંચાઇ માટે પાણીની મુશ્કેલી ન પડે તે માટે બનાવવામાં આવેલા જિલ્લાના કુલ 11 જળાશયમાં હજુ પણ માત્ર 46.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

તમામ જળાશયો ચોમાસામાં ભરાઇ જાય તો 3844 મેટ્રિક ઘન ફૂટ પાણીનો સંગ્રહ થઇ શકે છે. જ્યારે અત્યારે આ જળાશયોમાં 1779.71 મેટ્રિક ઘન ફૂટ પાણીનો સંગ્રહ થયો છે. જેમાં ખાસ કરીને 13 ઓગસ્ટ સુધી પડેલા 10 દિવસના વરસાદને કારણે 348.44 મેટ્રિક ઘન ફૂટ નવા પાણીની આવક થઇ છે. જ્યારે મોરસલ અને નિંભણી આ 2 ડેમ હજુ પણ તળયા ઝાટક છે.

તો બીજી બાજુ વાંસલ અને ત્રિવેણી ઠાંગા આ 2 ડેમ સારો વરસાદ પડવાને કારણે છલકાઇ ગયા છે. જ્યારે ધોળીધજા ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા છલકાયો હતો. બાકીના જળાશયો હજુ પણ ખાલી છે. આગામી સમયમાં જો સારો વરસાદ ન થાય અને ડેમ ખાલી રહેશે તો ઉનાળાના સમયમાં પાણીની સ્થિતિ વિકટ બની શકે છે. 2020ના વર્ષમાં જિલ્લામાં 149 ટકા વરસાદ થયો હતો ત્યારે આ તમામ 11 જળાશયો છલકાઇ ગયા હતા.

જિલ્લાના જળાશયોની સ્થિતિ
ડેમક્ષમતાહાલની સ્થિતિટકાવારી
વાંસલ140140.38100.27
ધોળીધજા720720100
ત્રિવેણી ઠાંગા114113.999.91
વડોદ536354.2166.08
ધારી10643.2640.81
નાયકા484190.239.3
થોરીયાળી792125.7815.88
ફલકુ46091.0619.8
સબુરી1590.920.58
મોરસલ11500
નીંભણી21800
કુલ38441779.7146.3
અન્ય સમાચારો પણ છે...