તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનું પુણ્ય:હળવદના જૂના બાટવા ગામે એક પરિવારે સદગત પુત્રીની યાદમાં પાણીની પરબ બાંધી, વટેમાર્ગુની તરસ છીપાશે

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનો દ્વારા દીકરીની યાદમાં બાપા સીતારામની મઢૂલી બનાવવાનું પણ નક્કી કરાયું

હળવદ તાલુકાના જૂના બુટવડા ગામના પરિવારે સદગત દીકરીની યાદમાં પાણીનું પરબ બાંધી છે. આજે આ પરબનેવ ખલ્લી મૂકવામાં આવી છે, જેથી અહીંથી પસાર થતા લોકોની પાણીની તરસ છીપશે.

હળવદ તાલુકાના જૂના બુટવાડા ગામે રહેતા લખમણભાઇ નંદેસરીયાની દીકરી સ્વ સંગીતાની યાદમાં પરિવારજનોએ લીલાપર- બુટવડા રોડ પર પાણીનું પરબ બાંધી આપ્યું છે અને આજે આ પરબને પરિવારજનો દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું છે જેથી અહીં થી પસાર થતાં વટેમાર્ગુને પીવા માટે પાણી મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, સંગીતા ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી અને સ્કૂલેથી ઘરે પરત આવ્યા બાદ નદીએ પાણી ભરવા જતાં નદીના પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે, ભારે શોધખોળ બાદ જે તે સમયે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવારજનોની ઈચ્છા હતી કે ગામને પાદર વટેમાર્ગુઓ માટે પાણીનું પરબ બાંધવામાં આવે. જોકે, હજુ પરિવારજનો દ્વારા બાપા દીકરીની યાદમાં બાપા સીતારામની મઢૂલી બનાવવાનું પણ નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...