તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપનો ખેસ ધારણ કર્યો:હળવદના મયુરનગરમાં ભાજપ-કોગ્રસ છોડી આપમાં 50 લોકો જોડાયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના મયુરનગરમાં ભાજપ-કોગ્રસ છોડી આપમાં 50 લોકો જોડાયા - Divya Bhaskar
હળવદના મયુરનગરમાં ભાજપ-કોગ્રસ છોડી આપમાં 50 લોકો જોડાયા
  • સંવેદના મુલાકાત સમયે ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવી હળવદ આવશે

હળવદમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં યુવાનો, વડીલો તેમજ મહિલાઓ જોડાઈ રહી છે. ત્યારે ગઈકાલે મયુરનગર ગામે 50 જેટલા યુવાનો, વડીલો અને મહિલાઓએ ભાજપ-કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા છે.

આગામી 28 જૂનથી 28 જુલાઈ સુધી સોમનાથથી અંબાજી ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ આમ આદમી પાર્ટીના યુવા નેતા ઈશુદાન ગઢવી જન સંવેદના મુલાકાતે નીકળવાના હોવાથી તેઓ હળવદ ખાતે પણ આવવાના છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોની મુલાકાત કરશે. જે અંગે હળવદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ દરેક વિસ્તારમાં પ્રવાસ આરંભી દીધો છે. સાથે જ પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઇકાલે આમ આદમી પાર્ટીની એક બેઠક મયુરનગરમાં યોજાઇ હતી. જેમાં મયૂરનગરના 50થી વધુ લોકોએ ભાજપ-કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીને પસંદ કરી છે.

આઈ.ટી.સેલ અને સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની વરણી કરાઈહળવદમાં ભાજપ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,તાલુકા ભાજપ પ્રમુખ વાશુદેવભાઈ પટેલ અને મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા દ્વારા હળવદ ભાજપના આઈ.ટી.સેલના અને સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની વરણી કરવામાં આવી છે જેમાં આઈ.ટી.સેલના ઈન્ચાર્જ તરીકે રાજેશભાઈ માકાસણા,સહ ઈન્ચાર્જ તરીકે દિલિપભાઈ દલવાડી જ્યારે સોશિયલ મિડીયાના ઈન્ચાર્જ તરીકે હાર્દિક માલાસણા અને સહ ઈન્ચાર્જ તરીકે વિકાસ કુરીયાની પસંદગી કરવામાં આવી છે

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં થી પાર્ટીના અગ્રણી યોગેશભાઈ રંગપરીયા,હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલ ભાઈ રબારી,હિતેશભાઈ વરમોરા દિપભાઈ પારેજીયા,હિતેશભાઈ મકવાણા,ચંદુભાઈ મોરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...