તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:હળવદના ડુંગરપુર ગામમાં જમીનના ઝઘડાનો ખાર રાખી એક શખ્સે યુવક પર કુહાડી વડે હુમલો કર્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના ડુંગરપુર ગામમાં જમીનના ઝઘડાનો ખાર રાખી એક શખ્સે યુવક પર કુહાડી વડે હુમલો કર્યો - Divya Bhaskar
હળવદના ડુંગરપુર ગામમાં જમીનના ઝઘડાનો ખાર રાખી એક શખ્સે યુવક પર કુહાડી વડે હુમલો કર્યો
  • ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી

જર,જમીન ને જોરું આ ત્રણેય કજીયાના છોરું ઉક્તિ મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમા જમીનના ઝઘડાનો ખાર રાખી એક શખ્સે યુવાન ઉપર કુહાડી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને આરોપી સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનુભાઇ સોમાભાઇ દલસાણીયા (ઉ.વ 42 ધંધો ખેતી રહે ગામ ડુંગરપુર તા.હળવદ) એ આરોપી ધીરૂભાઇ દેહરભાઇ દલસાણીયા (રહે. ડુંગરપુર, તા. હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.3 ના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામા ડુંગરપુર ગામની સીમમા ખોડીયાર ધાર વાડીએ આરોપીને તથા તેના ભાઇ સાહેદ દિપાભાઇને જમીન બાબતે ઝઘડો હોય અને સાહેદ દિપાભાઇ ફરીયાદીની વાડીએ ફરિયાદીના ઘરે આવેલ અને ફરીયાદીને કહેલ કે આરોપી મને મારવા આવે છે જેથી ફરીએ સાહેદ દિપાને ફરીયાદીના ઘરમા મોકલી દીધેલ તે આરોપીને નહી ગમતા આરોપીએ તેના હાથમા રહેલી કુહાડી ફરીયાદીને માથામા મારતા ગંભીર ઇજા પહોચાડી હતી.

પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે આઇ.પી.સી કલમ-326, 504 તથા જી.પી એકટ 135 મુજબ ગુન્હો નોંધી આ બનાવની વધુ તપાસ હળવદ પો.સ્ટે.ના પો.હેઙ કોન્સ. જી.પી.ટાપરીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...