તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:હળવદમાં દિવસે ભંગાર વીણી રાત્રે ચોરીને અંજામ આપતી તસ્કર બેલડીને ઝડપાઇ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં દિવસે ભંગાર વીણી રાત્રે ચોરીને અંજામ આપતી તસ્કર બેલડીને ઝડપાઇ - Divya Bhaskar
હળવદમાં દિવસે ભંગાર વીણી રાત્રે ચોરીને અંજામ આપતી તસ્કર બેલડીને ઝડપાઇ
  • ચરાડવાની સ્કૂલ અને મોબાઈલ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

દિવસે ભંગાર વિણવાનું કામ કરતા અને રાત્રે મોકો મળ્યે ચોરી કરતી ત્રિપુટી પૈકી બે શખ્સોને ઝડપી લઈ મોરબી એલસીબી ટીમે હળવદના ચરાડવાની સ્કૂલ તેમજ હળવદમાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ટીવી,સ્પીકર તેમજ મોબાઇલ ફોન નંગ 19 કિ.રૂ. 1,63,700 મળી કુલ કિ.રૂ. 1,82,700ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હળવદના મોરબી ચોકડી નજીક ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં રહેતા ગગજી જીવરાજભાઈ કુંઢીયા અને મહેશ ઉર્ફે મુકેશ ધનજીભાઇ વાજેલીયા નામના શખ્સોએ ચરાડવાની કે.ટી.મીલની સ્કૂલની ઓફીસના તાળા તોડી ટીવી સ્પીકર,મોનીટરની તથા હળવદ મોબાઇલની દુકાન તોડી મોબાઇલ ફોનની ચોરી કરેલ હોય જે ટીવી તથા મોબાઇલ વેચવા કે સગેવગે કરવાની પેરવીમાં છે.

આ હકીકતને આધારે બન્ને શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ જરૂરી પુછપરછ કરતા આરોપીઓએ તેમના સાથીદારો સાથે મળી ચરાડવા કે.ટી.મીલની સ્કૂલ તથા હળવદ ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઈલ ફોન, ટીવી, મોનીટર,સ્પીકરની ચોરી કરેલની કબુલાત આપતા પકડાયેલ બંન્ને ઇસમો પાસેથી ટીવી,સ્પીકર કિં.રૂ.10,000 તથા અલગ-અલગ કંપનીના નવા મોબાઇલ ફોન નંગ-19 કિ. 1,63,000સહિત કુલ 1,82,700ના મુદ્દામાલ કબ્જે કરી બન્ને ચોરીના ભેદ ઉકેલી આગળની કાર્યવાહી માટે આરોપીઓને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યા હતા અને ચોરીને અંજામ આપનાર બન્ને આરોપીઓએ મહેશ રાજુભાઇ ડઢાણીયા (વઢીયાસ દેવીપુજક,રહે.હળવદ, ભવાનીનગર લાંબીદેરી) શખ્સ પણ સામેલ હોવાની કબૂલાત આપતા ત્રીજા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ સફળ કામગીમાં એલસીબી પી.આઇ.વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, વિક્રમસિંહ બોરાણા,ભરતભાઇ મિયાત્રા સહિતના જોડાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે...