તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મોરી માત રે...જનનીની જોડ સખી નહિ મળે રે લોલ... હળવદની જાનવી નામની દીકરી માટે આ કાવ્ય પંક્તિ એકદમ સાચી પડી છે, કિડનીની બીમારી ભોગવતી જાનવીને માતા કૈલાશબેને કિડનીનું દાન આપી 19 વર્ષ બાદ બીજો જન્મ આપતા માતાપુત્રીના આ અનોખો પ્રેમનો કિસ્સો અનેક લોકોની પાપણોને પલાળી ગયો છે.
બાળકના જન્મ સાથે માતાનો પણ જન્મ થતો હોય છે. પોતાનું વ્હાલસોયુ બાળક બાદમાં ગમે એટલું મોટું થાય તો પણ માતા પાસે તો આજીવન બાળક જ રહે છે ત્યારે સમાજને પ્રેરણા આપતો માતૃપ્રેમનો અનોખો કિસ્સો હળવદમાં જોવા મળ્યો છે અહીં એક માતાએ પુત્રીને એક વખત જન્મ આપ્યા બાદ પોતાની કિડનીનું દાન આપી વ્હાલસોયી લાડલીને બીજો જન્મ આપી માં તે મા અને બીજા વગડાના વા ઉક્તિને ચરિતાર્થ કરી છે.
મૂળ માથકના વતની અને હાલ હળવદ રહેતા નવીનભાઈ મદ્રેસાણીયાની ઘેર આજથી 19 વર્ષ પૂર્વે પુત્રીરત્ન રૂપે જાનવી મદ્રેસાણીયાનો જન્મ થયો હતો પરંતુ કુદરતે જાનવીના જન્મ બાદ થોડી કમી રાખી દેતા જાનવીની તબિયત નરમ ગરમ રહેતી હતી અને તબીબી તપાસ કરાવવામાં આવતા જાનવીની એક કિડની જન્મથી જ ખરાબ હોવાનું સામે આવ્યું હતું.
આમ છતાં પણ પિતા નવીનભાઈ અને માતા કૈલાશબેને જાનવીને કુમળી ફૂલની કળીની જેમ સાચવી અને ભણાવી ગણાવી ૧૯ વર્ષની કરી જો કે કુદરતને આ હસતા રમતા પરિવારની ખુશી મંજુર ન હોય તેમ 19 વર્ષની ઉંમરે જાનવીની બીજી કિડની પણ ખરાબ થઈ જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ
જો કે, જાનવીના જન્મદાત્રી માતા કૈલાશબેન મદ્રેસાણીયા જરાપણ નાસીપાસ થયા વગર ઈશ્વરની આ ચેલેન્જને પણ હસતા મોઢે જાણે સ્વીકારી લીધી હોય તેમ પોતાની લાડલી જાનવીની જિંદગી બચાવવા પોતાની કિડની દાન કરવાનું નક્કી કરી જાનવીની જિંદગીમાં અજવાળું પાથરવાની સાથે જાનવીને બીજો જન્મ આપવામાં નિમિત્ત બન્યા.
હાલ માતા અને પુત્રીનું સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. બન્ને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે. બન્નેની તબિયત સારી છે. આમ કૈલાશબેને પોતાની કિડનીનું દાન કરી જનનીની જોડ સખી નહિ મળે રે લોલ...તે પંક્તિ ને ખરા અર્થમાં પુરવાર કરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.