તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:હળવદમાં શેરડીના ચીચુડામાં બાળમજુરનો હાથ આવી ગયો

હળવદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શેરડીનો રસ કાઢતા સમયે ઘટના બની, ઇજાગ્રસ્તને મોરબી હોસ્પિટલમાં ખસેડાયો

હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે આવેલા શેરડીના કિચુડીયામાં 10 વર્ષનો બાળમજુર શેરડીનો રસ કાઢતા હાથ ચીચુડામાં આવી જતા ઇજા પહોંચી હતી. આથી ઇજાગ્રસ્ત કિશોરને ગંભીર હાલતમાં પ્રથમ સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસ તેમજ શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીને થતા ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

ચરાડવા ગામના વિજયભાઈ ત્રિભોવનભાઈ દલવાડી નામના વ્યક્તિએ મોરબી ચોકડી પાસે શેરડીનો ચીચુડા નાંખવામાં આવ્યો છે. રતનપર ગામના છેલ્લા 20 વર્ષથી હળવદ મોરબી ચોકડી હાઇવે રોડ પર રહેતા અને છરી ચાકા સજાવવાનું કામ કરતા જયંતીભાઈ ચૌહાણનો 10 વર્ષનો પુત્ર સમીર ચૌહાણ નામનો બાળક શેરડીના ચીચુડામાં બાળમજુર તરીકે નોકરી કરતો હતો. ત્યારે શેરડીનો રસ કાઢતા સમયે ચીચુડામાં તેનો હાથ આવતા લોહી વહેવા લાગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...