ન્યાય:હળવદમાં યુવાનના આપઘાત પ્રકરણમા મૃતદેહ સ્વીકારવાના ઈન્કાર બાદ મામલો થાળે પડ્યો, પરિવારજનો લાશ સંભાળવા સમંત થયા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં યુવાનના આપઘાત પ્રકરણમા મૃતદેહ સ્વીકારવાના ઈન્કાર બાદ મામલો થાળે પડ્યો, પરિવારજનો લાશ સંભાળવા સમંત થયા - Divya Bhaskar
હળવદમાં યુવાનના આપઘાત પ્રકરણમા મૃતદેહ સ્વીકારવાના ઈન્કાર બાદ મામલો થાળે પડ્યો, પરિવારજનો લાશ સંભાળવા સમંત થયા
  • ડીવાયએસપીએ મૃતકના સમાજના આગેવાનો સાથે બેઠક કરી
  • ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મૃતકના પરિવારનો લાશ સંભાળવા સમંત થયા
  • ગઇકાલે યુવકે હળવદના બ્રાહ્મણી-2માં ઝંપાલવી મોતને વ્હાલુ કર્યું

હળવદના બ્રાહ્મણી-2 ડેમમાં યુવાને ઝંપલાવીને આપઘાત કરી લીધાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં મૃતકના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઈડ નોટમાં એક પોલીસ મેનના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો ઉલ્લેખ કરતા મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી દોષિત પોલીસ મેન સામે ફરિયાદ નહિ થાય ત્યાં સુધી પોતાના પુત્રનો મૃતહેદ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જેથી ડીવાયએસપી હળવદ દોડી આવીને મૃતકના સમાજના આગેવાનો સાથે બેઠક કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મૃતકના પરિવારનો લાશ સંભાળવા સમંત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આજે બીજી લાશ પણ આ ડેમમાંથી જ મળી આવી છે.

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા નીતિનગિરી વિનોદગિરી ગોસાઈ (ઉ.વ.34) નામના યુવાને ગઈકાલે હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલા બ્રાહ્મણી-2 ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ યુવાનનો આજે વહેલી સવારે ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને કબ્જે કરીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે મૃતક યુવાને આપઘાત કરતા પહેલા શર્ટ અને ચપ્પલ ડેમના કાંઠે મુક્યા હતા. જેમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવાને એક પોલીસકર્મીના ત્રાસને કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ છે

આ દરમિયાન યુવાનની લાશ હળવદની હોસ્પિટલમાં ખસેડતા મૃતકના પરિવારજનો અને સગા-સંબંધીઓ દોડી ગયા હતા અને પોતાના પુત્રને ધમકી આપી મરવા મજબૂર કરનાર પોલીસ મેન સામે તત્કાળ એફ.આઈ.આર. નોંધવાની માંગ કરી હતી. જોકે, પોલીસે આ બનાવની એફ.એસ.એલ.ની તપાસ બાદ આગળ કાર્યવાહી થશે એવું કહેતા મૃતકના પરિવારજનોએ પોલીસ પર પણ આક્ષેપ કર્યા હતા તેમજ જ્યાં સુધી આ બનાવ અંગે દોષિત સામે ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી પરિવારજનોએ પોતાના પુત્રની લાશ સાંભળવાનો ઇનકાર કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આથી ડીવાયએસ.પી. રાધિકા ભારાઈ હળવદ ખાતે દોડી ગયા હતા.

આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને તેમના સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં તેમની માંગ મુજબ દોષિત સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માંગણી સ્વીકારી લેતા મૃતકના પરિવારજનો પોતાના પુત્રની લાશનો કબ્જો લેવા તૈયાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. હળવદ તાલુકાના બ્રાહ્મણી-૨ ડેમમાં આજે બીજા દિવસે પણ એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી દઈ મૃતક યુવાનના પરિવારજનોની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...