તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In Halwad Taluka, 61 Submersibles And 45 Farmers' Diesel Machines Were Shut Down Due To Wastage Of Water. Crimes Were Registered Against 16 Farmers In Three Villages.

કાર્યવાહી:હળવદ તાલુકામાં પાણીનો બગાડ કરતા 61 સબમર્શિબલ અને 45 ખેડૂતોના ડીઝલ મશીન બંધ કરાયા, ત્રણ ગામના 16 ખેડૂતોની સામે ગુના નોંધાયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકામાં પાણીનો બગાડ કરતા 61 સબમર્શિબલ અને 45 ખેડૂતોના ડીઝલ મશીન બંધ કરાયા, ત્રણ ગામના 16 ખેડૂતોની સામે ગુના નોંધાયા - Divya Bhaskar
હળવદ તાલુકામાં પાણીનો બગાડ કરતા 61 સબમર્શિબલ અને 45 ખેડૂતોના ડીઝલ મશીન બંધ કરાયા, ત્રણ ગામના 16 ખેડૂતોની સામે ગુના નોંધાયા
  • મોરબી જીલ્લામાં માળીયાના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે તંત્રની લાલ આંખ

મોરબી જીલ્લામાં માળીયાના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે હાલમાં તંત્રએ લાલ આંખ કરી છે. અને માળિયા કેનાલમાંથી ગેરકાયદે પાણી ઉપાડનારા સામે ગુના નોંધવામાં આવી રહ્યાં છે. જેમાં હળવદ તાલુકામાં 61 સબમર્શિબલ અને 45 ખેડૂતોના ડીઝલ મશીન બંધ કર્યા છે. તેમાં ત્રણ ગામના 16 ખેડૂતોની સામે ગુના નોંધાયા છે.

સંયુકત ટીમે બે દિવસમાં માત્ર 22 જેટલી બકનળી હટાવી

હળવદ તાલુકાનાં ત્રણ ગામના 16 ખેડૂતોની સામે ગુના નોંધાયા છે. અને અત્યાર સુધીમાં કુલ મળીને 61 સબમર્શિબલ પંપના વીજ જોડાણ વીજ કંપનીના અધિકારીઓએ દ્વારા કટ કરવામાં આવ્યા છે. તેમજ સંયુકત ટીમે બે દિવસમાં માત્ર 22 જેટલી બકનળી હટાવી છે. અને વારા પદ્ધતિનો અમલ નહીં કરતાં 45 ખેડૂતોના ડીઝલ મશીન કર્યા બંધ છે તેવું નિગમના અધિકારીએ જણાવ્યું છે.

કેટલાક ખેડૂતો બકનળીઓ મૂકીને પાણીનો બગાડ કરતા

જો કે, નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક અધિકારીઓ દ્વારા જે તે વિસ્તારના ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઈ માટે તેઓની જરૂરિયાત મુજબ પાણી ઉપાડવા માટે એક નહીં પરંતુ અનેક વખત સમજાવવામાં આવ્યું હતું. તેમ છતાં પણ ઘણા ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ન હોવા છતાં પણ બકનળીઓ મૂકીને જે તે વિસ્તારમાં પાણીનો બગાડ કરવામાં આવતો હોય છે. જેથી નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળતું નથી અને પાણીનો બગાડ થાય છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પાણીનો બગાડ નહીં રોકવામાં આવે તો આકરા પગલા લેવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...