હત્યા:હળવદના ભવાનીગનર ઢોરા વેગડવાવ રોડ વિસ્તારમાં આધેડની હત્યા કરાઈ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં આધેડની તિક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા કરાતા ચકચાર મચી - Divya Bhaskar
હળવદમાં આધેડની તિક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા કરાતા ચકચાર મચી
  • કોઇ કારણોસર આધેડ સાથે ઝઘડો કરી આરોપીએ ઢીમ ઢાળી દીધું​​​​​​​

હળવદના ભવાનીગર ઢોરા વેગડવાવ રોડ વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની હત્યાનો બનતા પોલીસ ઘટના સ્થળે દોડી લાશને પીએમ અર્થે ખસેડી તેમજ લોહીના સેમ્પલો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે આ બનાવમાં હળવદના જ શખસે કોઇ કારણોસર આધેડ સાથે ઝઘડો કરીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. મૂળ સાપકડાના 55 વર્ષના જેમાભાઈ રૂપાભાઈ ઘણા વર્ષોથી હળવદના ભવાનીનગર ઢોરા વેગડવાવ રોડ વિસ્તારમાં અપરણિત ભાઈઓ અને માતા સાથે રહેતા હતા.

શનિવારની મોડી રાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈની હત્યા થતાં આજુબાજુ વિસ્તારના લોકો એકઠાં થઈ જતાં પોલીસને જાણ કરાઈ હતી. આથી હળવદ પીઆઈ એ.એ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી લાશને પીએમ અર્થે ખસેડીને લોહીના સેમ્પલો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને બનાવના સ્થળ પર પણ લોહીના ડાઘા હોવાનું જણાવ્યું હતું. જોકે લોહીના ડાઘા કોના છે અને કેવી રીતે પડ્યાં તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

હાલ તો હત્યાનો બનાવ બનતા બે અપરણિત ભાઈઓમાં એક ભાઈ ચોધાર આંસુઓ રડી પડ્યો હતો. મૃતકના કૌટુંબીક પ્રવિણભાઈ બાલાભાઈ નંદેસરીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં જ રહેતા વનરાજભાઈ ચતુરભાઈ નામના શખસે કોઇ કારણોસર ઝઘડો કરી તિક્ષ્ણ હથિયારનો ઘા ગળાના ભાગે જીવલેણ ઇજા કરી મોત નિપજાવ્યું હતું. આથી હત્યાનો ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ પીએસઆઈ અર્જુનસિંહ એ.જાડેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...