કાળજું કંપાવનારી ઘટના:હળવદમાં પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મૂક્યું, યુવકનું ઘટનાસ્થળે જ્યારે યુવતીનું હોસ્પિટલમાં મોત

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકોનો ફાઈલ ફોટો - Divya Bhaskar
મૃતકોનો ફાઈલ ફોટો
  • હળવદ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન નીચે પ્રેમી યુગલે ઝંપલાવી સજોડે આપઘાત કર્યો

મોરબીના હળવદ રેલવે સ્ટેશન નજીક બુધવારે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રેમી યુગલે કોઈ કારણોસર ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈ ચકચાર મચી છે. પ્રેમી યુગલે ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ પણ ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બુધવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કચ્છના મુન્દ્રા તરફથી આવતી ગુડ્સ ટ્રેન હળવદ નજીક પહોંચી હતી. આ દરમિયાન પ્રેમી યુગલે ધસમસતી ટ્રેન સામે ઝંપલાવી દેતા બન્નેના મોત થયા હતા.

આ ઘટનામાં હળવદ તાલુકાના ચુલી ગામે રહેતા વિશાલ દિનેશભાઇ પલાણી નામના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવતી ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની હોવાનું અને તેણીનું નામ નિકિતાબેન ચંદુભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...