અંતે તંત્ર જાગ્યું:ધ્રાંગધ્રામાં રખડતા ઢોરને ડબ્બે પુરવા તંત્ર કામે લાગ્યું, ગઈકાલે એક વિદ્યાર્થિનીને અડફેટે લેતા ઈજા પહોંચી હતી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી જ પાલિકાની ટીમો બજારમાં ઉતરી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં શાળાએ જતી વિદ્યાર્થિનીને આખલાએ અડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં વિદ્યાર્થિનીના પિતાએ નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેનને રજૂઆત કરી અને આ અંગે તાકીદે ઘટતુ કરવા માટેની માંગ કરી હતી.

આજે વહેલી સવારથી જ ધ્રાંગધ્રાના અનેક વિસ્તારોમાં આખલા પકડવા માટેની કાર્યવાહી શરૂ કરાઇ હતી. ત્યારે બહારથી પણ વધુ આખલા પકડી અને પાંજરે પુરવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રામાં હાલમાં દિવાળીના તહેવારો લઇ અને બજારોમાં પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા ભટકતા ઢોરનો ભારે ત્રાસ હોવાનું પણ પુરવાર થઈ રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે જયશ્રી મકવાણા નામની ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળાની પાસે જ બે આખલાએ અડફેટે લીધી હતી. તેને સારવાર માટે તાત્કાલિક અસરે દવાખાને ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે વિદ્યાર્થીનીના પિતા જગદીશભાઈ દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલને રખડતા ભટકતા ઢોર અંગેની અને તેમની પુત્રીને અડફેટે લઈ અને ઈજા કરીએ હોવાનું તેમને જણાવ્યું હતુ. ત્યારે વિદ્યાર્થિનીના પિતાને ઘટતું કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી. આજે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ધ્રાંગધ્રાના વિવિધ વિસ્તારોમાં રખડતા ભટકતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.

ત્યારે બહારથી વધુ આખલાઓને પકડી અને પાંજરે પુરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. હાલમાં વિદ્યાર્થિનીના પિતાની રજૂઆતને ધ્યાને લઇ કાર્યવાહી કરવામાં આવતા જગદીશભાઈએ ધ્રાંગધ્રા નગરપાલિકાનો આભાર માન્યો હતો. હાલમાં દિવાળીનો સમય છે, ત્યારે ખરીદી કરવા આવતા લોકોને પણ આ કાર્યવાહી અને રખડતા ભટકતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતા સામાન્ય રીતે રાહત મળશે. અને લોકો આવા રખડતા ઢોરનો ભોગ નહીં બને તેવું પણ તેમણે અંતમાં જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...