તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને આમંત્રણ:ધ્રાંગધ્રામાં કોરોનાના કપરાગકાળમાં શહેરમાં ઉડ્યા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં કોરોનાના કપરાગકાળમાં શહેરમાં ઉડ્યા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં કોરોનાના કપરાગકાળમાં શહેરમાં ઉડ્યા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા
  • બજારમાં આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી

કોરોનાની બીજી ઘાતક લહેરે અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. છતાં લોકો માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો અમલ ન કરતા હોવાની ચોંકાવનારી હકીકતો સામેં આવી છે. ત્યારે ધ્રાંગધ્રામાં કોરોનાના કપરાકાળમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા સાથે હેવી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા. ધ્રાંગધ્રામાં ભર બજારે આડેધડ પાર્કિંગના લીધે ટ્રાફિક જામની સમસ્યા વકરી હોવાનું સામે આવ્યું છે.

કોરોનાની બીજી લહરે શહેરી વિસ્તારોની સાથે સાથે આ વખતે ગ્રામ્ય પથંકને પણ ઘમરોળી નાખી પગ પેસારો જમાવ્યો છે. કોરોનાથી બચવા ફરજીયાત માસ્કની સાથે સેનેટાઇઝરનો સતત ઉપયોગ અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન જરૂરી બન્યું છે. છતાં લોકો જાહેરમાં માસ્ક ન પહેરવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડતા નજરે પડે છે.

જેમાં ધ્રાંગધ્રા શહેરમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોની અૈસી-તૈસી કરી વાહનો આડેધડ પાર્કિંગ કરતા હોવાથી મુખ્ય બજારમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા સાથે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. જ્યારે આ રસ્તે વાહનોની ભારે અવરજવર રહેતી હોવાથી આડેધડ પાર્કિંગ કરેલા વાહનોના લીધે રસ્તો સાંકડો બનતા લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જ્યારે આ રસ્તે પોલિસ કે ટ્રાફિક બ્રિગેડના જવાનો ક્યાંય ન હોવાથી આ રસ્તે મોટી સંખ્યામાં વાહનોનો જમાવડો થઇ જતાં હાલ કોરોનાના કહેરથી બચવા ખુબ જરૂરી એવા સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમના પણ ધજાગરા ઉડી ગયા હતા. જો આ જ પરિસ્થિતિ ધ્રાંગધ્રામાં અવિરતપણે ચાલુ રહી તો કોરોના ફરી માથું ઉચકે તો નવાઇ નહીં

અન્ય સમાચારો પણ છે...