તલવાર રાસ:ધ્રાંગધ્રામાં રાજપુત સમાજની દીકરીઓ રજવાડી પોશાકમાં તલવાર સાથે ગરબે ઘૂમી

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • છેલ્લા 12 વર્ષથી રાજપુત સમાજની દીકરીઓ દ્વારા નવરાત્રિમાં શેરી ગરબાનુ આયોજન કરવામાં આવે છે

હળવદ ધાંગધ્રા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રિ દરમિયાન રાજપુત દીકરીઓ દ્વારા રાજપુતી પોશાક સાથે તલવાર રાસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજપુતાનાં પહેરવેશ સાથે દીકરીઓ તલવાર સાથે ગરબે ઘૂમી હતી. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે નવરાત્રિ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 12 વર્ષથી રાજપુત સમાજની દીકરીઓ દ્વારા નવરાત્રિ શેરી ગરબાનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ કોરોનાની મહામારીને લઈને ગરબાનું આયોજન કરી શકાયું નહોતું. જ્યારે આ વર્ષે ગરબાની મંજૂરી મળતા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતમા નોરતે ક્ષત્રિય રાજપપત બાળાઓ દ્વારા રાજપુતાના પહેરવેશ પોશાકો પેહરીને નવરાત્રુ માતાજીના ગરબાનુ આયોજન કરાયુ હતુ.

દીકરીઓ દ્વારા તલવાર રાસ ગરબા રમીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા 12 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ખેલૈયાઓમાં પણ ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળી રહે છે.

તલવાર રાશ રમતા દીકરીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમોને નવરાત્રિમાં ગરબા ગાવાનો ખૂબ જ આનંદ આવે છે અને કોરાનાની ત્રીજી લહેરનો જે ડર હતો તે પણ માતાજીએ દૂર કર્યો છે. હમેંશા માટે આવી કોઈ મહામારી ન આવે અને દર વર્ષે આનાથી પણ વધારે હર્ષ અને ઉલ્લાસ સાથે માતાજીના આનંદથી ગરબા ગાઈ શકીએ તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...