તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ધ્રાંગધ્રામાં લોકોને જાતીના પ્રમાણપત્ર કઢાવવામાં હાલાકી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધ્રાંગધ્રા સમસ્ત રાવળ જોગી સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે અમારા સમાજના લોકોના લીવીંગ સર્ટીમાં પેટા જ્ઞાતિમાં હિન્દુ રાવળ, હિન્દુ જોગી રાવળ એવો અલગ અલગ ઉલ્લેખ કરેલો છે જે સરકાર દ્વારા માન્ય છે પરંતુ વિચરતી વિમુક્ત જાતીના સોફ્ટવેરમાં ફક્ત રાવળીયા, રાવળ અને યોગી રાવળનો જ ઉલ્લેખ છે જેને લઇને મામલતદાર કચેરીમાંથી દાખલો આપવામાં આવતો નથી. અરજદાર દ્વારા સરકાર જાહેર કરેલ જીઆર રજૂ કરવા છતાં જાતીનું પ્રમાણપત્ર ન કાઢી આપવામાં આવતા રાવળ સમાજના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને સમાજના લોકોને જાતીનું પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો