કોરોના અપડેટ:ધ્રાંગધ્રા પંથકમાં 1 જ દિવસમાં 6 કેસ: 4 દર્દી સાજા થયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં શનિવારે ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્યમાં કોરોનાના કુલ 6 કેસ સામે આવ્યા હતા. આ દિવસે 4 લોકો સાજા થતા કુલ 19 એક્ટિવ કેસ રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 30.97 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું હતું. જિલ્લામાં શનિવારે આરટીપીસીઆરના-868 અને એન્ટિજનના-91 સહિત કુલ 959 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં ધ્રાંગધ્રાના ગ્રામ્યમાં-2 તેમજ શહેરી વિસ્તારમાં-4 સહિત કુલ 6 લોકો કોરોનાગ્રસ્ત ધ્યાને આવ્યા હતા. 51 કેન્દ્ર પર શનિવારે 2,431 લોકોએ રસી લેતા રસીકરણનો કુલ આંક 30,97,100 પર પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...