આ રહ્યો હિસાબ:સુરેન્દ્રરનગર જિલ્લાની ધ્રાંગધ્રા અને લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવારો કરોડપતિ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો પણ લાખોના માલિક

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું સુરેન્દ્રરનગર જિલ્લાની ધ્રાંગધ્રા અને લીંબડી બેઠકની જ્યાના ત્રણેય પાર્ટીના ઉમેદવારોની સંપત્તિની વાત. વાત જો ધ્રાંગધ્રા બેઠક પર ભાજપમાંથી પ્રકાશ વરમોરા, કોંગ્રેસમાંથી છત્રસિંહ ગુંજરીયા અને આમ આદમી પાર્ટીમાંથી વાગજી પટેલ સામસામે છે. જ્યારે લીંબડી બેઠક પર ભાજપમાંથી કિરીટસિંહ રાણા, કોંગ્રેસમાંથી કુ.કલ્પના કરમસીભાઈ મકવાણા અને આમ આદમી પાર્ટીમાંથી મયુર સાકરિયા સામ સામે છે. જેમાં ધ્રાંગધ્રા બેઠકના ભાજપના પ્રકાશ વરમોરા સૌથી વધુ સંપત્તિ ધરાવે છે.

ધાંગધ્રા બેઠક પ્રકાશ વરમોરા 31 કરોડના માલિક
ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાની સંપત્તિ કુલ 31 કરોડ 35 લાખ 58 હજાર 516 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજરીયાની કુલ સંપત્તિ 47 લાખ 78 હજાર 488 રુપિયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાગજી પટેલની કુલ સંપત્તિ 56 લાખ 25 હજારની છે.

લીંબડી બેઠક પર ભાજપના ઉમેગવારની 2 કરોડથી વધુ સંપત્તિ
લીંબડી બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની કુલ સંપત્તિ 2 કરોડ 13 લાખ 47 હજાર 937 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર કુ.કલ્પના કરમસીભાઈ મકવાણાની કુલ સંપત્તિ 1 કરોડ 15 લાખ 98 હજાર 307 રુપિયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના મયુર સાકરિયાની કુલ સંપત્તિ 9 લાખ 69 હજાર રુપિયા છે.

અન્ય સમાચારો પણ છે...